________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફરમાન નં. ૧: જૈન તીર્થો અને સંસ્થાઓની રક્ષાને લગતું
જૈન તીર્થો અને જૈન સંઘની માલિકીની અન્ય સંસ્થાઓની રક્ષા કરવા માટેનું સૌ પ્રથમ શાહી મેગલ ફરમાન મેગલ રાજવી શાહજહાં દ્વારા ઈ. સ. ૧૬૨૯-૩૦માં, પિતાના રાજ્યકાળના બીજા વર્ષના સમય દરમ્યાન શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને અપાયેલું છે. ગુજરાતના ગવર્નર અને સૂબાના ઓફિસરને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાનમાં શાહજહાં જણાવે છે : “ચિંતામણિ, શત્રુંજય, શંખેશ્વર અને કેશરીનાથ (ઉદેપુરથી ૩૬ માઈલ દૂર ધૂલેવા ગામમાં આવેલ આદિનાથ કે અષભદેવનું તીર્થ )નાં દેરાસરો – કે જે પિતાના (શાહજહાંના) રાજ્યારોહણ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં, અને વળી અમદાવાદની ત્રણ, ખંભાતની ચાર, સૂરતની એક અને રાધનપુરની એક એટલી પિશાળે – આ શાંતિદાસની માલિકીની છે.” શાહ જહાંના ધ્યાનમાં આ હકીકત લાવવામાં આવી, તેથી તે ગુજરાતના ગવર્નરે વગેરેને સૂચના આપે છે : “આ દેરાસરે કે સ્થાને જૈનેને માટે ફાળવવામાં આવેલ હોવાથી બીજી કોઈ વ્યક્તિએ તેમાં પ્રવેશવું નહીં, અથવા તો ત્યાં પગપેસારો કરે નહીં.” વળી આ ફરમાનમાં આગળ નેંધવામાં આવ્યું છે : “જૈન સાધુઓએ અંદર અંદર લડાઈ કરવી નહીં, પરંતુ રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં તેમનું મન વાળવું.” - એક આગેવાન જૈન વ્યક્તિને જ આવું જુદાં જુદાં તી . અને પિશાળને લગતું ફરમાન મળી શકે. તે ઉપરથી એક હકીકત આસાનીથી પુરવાર થઈ શકે છે, કે છેક ઈ. સ. ૧૬ર૯-૩૦ના સમયમાં શ્રી શાંતિદાસ જૈન સંઘના પ્રભાવશાળી અને વગદાર જૈન અગ્રણી હશે. વળી તેમની માલિકીની અનેક પિશાળે ગુજરાતનાં જુદાં જુદાં શહેરમાં હતી તે બાબત પણ આથી સ્પષ્ટ બને છે. ફરમાન નં. ૨ અને ૩: શંખેશ્વર તીર્થના ઇજારાને લગતાં
- હવે ઈ. સ. ૧૬૫૭ના સમય દરમ્યાન શાહજહાં બાદશાહ દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org