SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ–પાશ્વનાથનું દેરાસર ૧૧૧ આવી હતી, અને કોઈની નજરે ન ચઢે તેમ ગુપ્ત રીતે ભોંયરામાં કે એવી કોઈ જગ્યાએ રાખવામાં આવી હતી. જોકે, શ્રી કૃષ્ણલાલ ઝવેરી ભેંયરા દ્વારા લાવવાની વાત કરતા નથી. HOG' માં vol. IIના p. 142 ઉપર આ મૂર્તિ “દરેક સેન્સે મણ વજનની' લખવાને બદલે “એક મણ વજનની' લખાયું છે તે સરતચૂક છે, કારણ કે SHG'ના પૃ. ૬૦ ઉપર તે દરેક સો–સે મણ વજનની એમ જ લખ્યું છે. GOBP' ના Vol. IV માં p. 285 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ argia : “Shantidas saved the chief image and taking it into the city, built a temple fir it in Jawherivada." શ્રી કેમિસેરિયેટ અને શ્રી કૃષ્ણલાલ ઝવેરી બે જ મૂર્તિઓને બચાવ્યાની અને શ્રી કેમ્પબેલ એક મુખ્ય મૂર્તિને જ બચાવ્યાની વાત કરે છે. પરંતુ બીજા ઉ૯લેખો ઉપરથી જાણવા મળે છે તે પ્રમાણે અને શ્રી મગનલાલ વખતચંદ જણાવે છે તે પ્રમાણે અમદાવાદમાં ઝવેરીવાડાનાં દેરાસરામાં આ ચિ તામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી બચાવેલી પાંચ મૂતિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે એક હકીક્ત હોવાથી, આ દેરાસરના વિનાશના પ્રસંગે ઓછામાં ઓછી પાંચ મૂર્તિઓ બચાવવામાં આવી હશે એમ માનવું જ યોગ્ય છે. ૨૫. “જૈસાઈ'માં પ૦ ૫૬૯-૭૦ ઉપર શ્રી શાંતિદાસ શેઠને ટૂંકો પરિચય આપતાં જણાવાયું છે : “શાહજહાંના અમલમાં તેના ધમધ પુત્ર ઔરંગઝેબને અમદાવાદની સૂબાગિરિ અપાતાં તેણે મદિરમાં મહેરાબ કરી (વટાળ કરી) એના મજીદ કરી હતી (સં. ૧૭૦૦). વોરા લેકે એને સામાન લઈ ગયા હતા. આથી આખા ગૂજરાતમાં હિંદુ અને મુસલમાનનું બહ થયું હતું.” “જરામામાં સમાલોચનામાં પૃ૦ ૮ ઉપર જણાવાયું છે : “ ઔરંગઝેબે ઈ. સ. ૧૬૪૪માં તે (દેરાસર) તેડી પાડ્યું અને મસજીદ કરી તેથી ગુજરાતમાં મેટું હિંદુ અને મુસલમાનનું બંડ થયું.” તે સમયે બનેલા હિંસક બનાવોની ટૂંકી નોંધ લેતાં “SFSJ “ના p. 28 ઉપર શ્રી કૃષ્ણલાલ ઝવેરી જણાવે છે: “...evidently when violent hands were laid on it.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy