SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ–પા નાથનું દેરાસર ૯૭ હિંદુ ધર્માંની અનેક ઇમારતને નુકસાન પહોંચ્યું હેાવા છતાં, અપવાદ રૂપ આ કિસ્સામાં જ ચિંતામણિનું દેરાસર તેના મૂળ માલિકને પાછું સોંપવામાં આવ્યું હતું.૯ આ ખાખત પણ શ્રી શાંતિદાસ ઝવેરી દિલ્હી દરબારમાં કેવી શાહી વગ ધરાવતા હતા તે સૂચવે છે. દેરાસર પાછું સોંપવાની સાથે સાથે જ, તે અ ંગે થયેલ નુકસાન ભરપાઈ કરી આપવાનું ફરમાવતું અને કોઈ તેમાં દખલ ન કરે તે માટે પણ હુકમ આપતું આ ફરમાન, જો આ શ્રેષ્ઠિરત્નના રાજદરબારમાં પૂરા પ્રભાવ ન હેાત તા મળવું શકય ન બનત. આ ભગ્ન અને અપવિત્ર કરવામાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને શાહી ફરમાનથી જ પાછું મેળવવાનું શ્રી શાંતિદાસ શેઠનું આ સાહસ તા વાધના માંમાં ગયેલા સસલાને જીવતું પાછું લાવવાના સાહસની યાદ આપે એવું અનેાખુ હતું. અને જો અપવિત્રતાના વધારે પડતા ખ્યાલથી દોરવાઈ ને આ દેરાસરને ફરી શરૂ કરવાના વિચારને માંડી વાળવામાં આવ્યે ન હેાત અને એ દેરાસરની વિશુદ્ધિ કરીને એની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હોત તે, આપણા એક મહાન પ્રતાપી પૂજના હાથે રચાયેલ અસાધારણ કૈટિની વિશિષ્ટ કહી શકાય તેવી તેમ જ જૈન સંઘના ગૌરવભર્યાં ઇતિહાસની ખેલતી કીતિ ગાથા સમી એ અદ્ભુત ઇમારતનાં આજે પણ આપણે દર્શન કરવા ભાગ્યશાળી થાત અને શાસનસેવાની પ્રેરણા લઈ શકત. પણ આપણી ટૂંકી નજર અને સંકુચિત મનેાવૃત્તિને કારણે એમ ન થઈ શકયું' અને જૈનસંઘની ગૌરવકથા સંભળાવી શકનાર એ ભવ્ય ઈમારત કાળના અનંત પ્રવાહમાં, સવિશેષ કરીને માનવના હાથે જ, સદાને માટે વિલીન થઈ ગઈ! કેવા દુઃખની આ . વાત છે ! આ ઇમારત સદાને માટે નામશેષ થઈ ગઈ ક્રમાનના રૂપમાં શાહી હુકમથી દેરાસરની આ ઇમારત પાછી મેળવ્યા છતાં આ ઇમારતમાં જૈનેા ફરી વખત પૂજા-પ્રાર્થના ભક્તિ કરે : h Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy