________________
શા ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર એટલે દેરાસરના પ્રાણરૂપ મૂળનાયક શ્રી ચિંતામણિ–પાર્શ્વનાથની પ્રતિમા અને અન્ય ચાર પ્રતિમાઓને ધરા વાટે ઝવેરીવાડામાં લાવીને મેગલ રાજકુમારને એ વાતની ગંધ સરખી પણ આવવા. ન પામે એ રીતે છુપાવીને રાખવામાં આવી. આ જ મૂતિઓની પ્રતિષ્ઠા શ્રી શાંતિદાસ શેઠના વંશજોએ આ બનાવ પછી લગભગ એકસો વર્ષ બાદ ઝવેરીવાડામાં જ દેરાસર બંધાવીને ફરી વાર કરે. અને આ દેરાસરે આજે પણ અમદાવાદમાં મેજૂદ છે. એટલે ચિંતા મણિ–પાર્શ્વનાથના દેરાસરના નાશના પ્રસંગે તે દેરાસરની મુખ્ય. પ્રતિમાઓને બચાવવામાં આવી છે તે એક ઈતિહાસસિદ્ધ હકીકત જ છે. આ મૂર્તિઓ ભેંયરા દ્વારા ઝવેરીવાડામાં લાવવામાં આવી કે બીજા કઈ માગે તેની સાબિતી કદાચ અત્યારે આપણને ન મળે, પરંત દેરાસરને મસ્જિદમાં ફેરવવાના મક્કમ ઈરાદાવાળા રાજકુમાર ઔરંગઝેબ અને તેના સાથીદારોની નજરથી બચાવીને આ મૂતિઓને તે જમા નામાં છેક બીબીપુરાથી ઝવેરીવાડામાં લાવવાનું ખુલ્લા રસ્તાઓમાં, દિવસે કે રાત્રે, શક્ય ન બન્યું હતું એમ જે માનીએ તે આ દેરાસરને ઝવેરીવાડા સુધીનું લાંબું, ગાડાં પસાર થઈ શકે એવું ભેંયરું હતું એ બાબત આપણે સ્વીકારવી પડે. ભેંયરું હોય કે ન હોય એ પ્રશ્નને. ગૌણ ગણીએ તેપણું એટલું તે અહીં સ્પષ્ટ જ છે કે, ગમે તે રીતે શ્રી શાંતિદાસ શેઠે દેરાસરની મુખ્ય પાંચ મૂતિઓને બચાવી લીધી. હતી.૨૪ શ્રી શાંતિદાસ શેઠની ધીરજ અને દીર્ધદષ્ટિ - શાહી ઘરબારમાં વગ ધરાવનાર, પહેલી કેટીના અમીર અને નાગરિક તરીકેનું ઉચ્ચ સ્થાન મેળવનાર અને ઔરંગઝેબના પિતા શાહજહાં. પાસે પણ પૂરી ઓળખાણ અને લાગવગ ધરાવનાર શાંતિદાસ ઝવેરી. પિતે જ પ્રતિષ્ઠિત કરેલ આવા ભવ્ય અને આલિશાન જિનપ્રાસાદને મસ્જિદમાં ફેરવાયેલ જોઈને હતાશ થઈને નિષ્ક્રિય તે બેસી ન જ રહે. તેઓ તે એક શાણુ મહાજનના જેવી ઠરેલ બુદ્ધિ ધરાવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org