________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી wat-ul-Islam) અર્થાત “ઈસ્લામની તાકાત” એવું નામ પણ આપ્યું હતું. આ ઉપરાંત મંદિરની મહર કારીગરીની પણ સારા પ્રમાણમાં ભાંગફેડ કરવામાં આવી હતી. આ બનાવ ઈ. સ. ૧૬૪૫ (સંવત ૧૭૦૧)માં અન્ય રાસરમાં અને મૂર્તિઓની રક્ષા
આપત્તિના સમયે કે પ્રતિકૂળ વાતાવરણમાં કદાચ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર ઉપર કઈ ભારે વિપત્તિ આવી પડે એ શક્યતાને અગમચેતીથી ખ્યાલ રાખીને શ્રી શાંતિદાસ શેઠે, આ દેરાસરની રચના થઈ તે સમયે જ, એક વ્યવસ્થા કરી રાખી હતી. કહેવાય છે કે, બીબીપુર-સરસપુરમાં બંધાયેલ આ દેરાસરમાંથી ગાડઓ પસાર થઈ શકે એવું એક ભેય બનાવવામાં આવ્યું હતું, જે છેક અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ ઝવેરીવાડામાં નીકળતું હતું. કવિધમી રાજવીઓના અમલ દરમ્યાન ગમે તે કાળે, પિતે ખૂબ કાળજી
પૂર્વક તન-મન-ધનથી ઊભી કરેલ પિતાના ધર્મની ભવ્ય ઈમારત ' ઉપર આક્રમણ થાય એ શક્યતાને વિચાર કરીને તેવા પ્રસંગે કંઈક માર્ગ કાઢી શકાય એવા હેતુથી આ ભેંયરાની રચના વિચક્ષણ શ્રી શાંતિદાસ ઝવેરીએ કરાવી હશે.
અને આવી શક્ય માનેલી આપત્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અને દેરાસરની રચનાને એક પચીશી પણ પૂરી થઈ ન હતી તે પહેલાં જ આવી પડેલી જોઈને કેને રંજ ન થાય? પિતે ઊભી કરેલ ઈમારતને પિતાના જીવતાં અને પિતાની નજર સામે જ બીજો કઈ તૂટી જાય કે જમીનદોસ્ત કરી જાય, એનું દુઃખ કેટલું ઊંડું અને કારમું હોય એની તે એવું દુઃખ અનુભવનારને જ ખબર પડે. આ મહાન આપત્તિવેળાએ દેરાસરને થતું નુકસાન તે શ્રી શાંતિદાસ શેઠ અટકાવી ન શક્યા, પરંતુ દેરાસરની મુખ્ય પાંચ પ્રતિમાઓને આ ભેંયરા વાટે ઝવેરીવાડામાં લાવવામાં આવી. આ પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ ૧૦૦-૧૦૦ મણ વજનની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org