SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર કુમાર ઔરંગઝેબની નજરે એક દિવસ જૈનેનું આ ભવ્ય દેરાસર આવી. ચઢયું. આવું ભવ્ય દેરાસર બીજા ધર્મનું હોય એ હકીકત ઇસ્લામના અંધ અનુયાયી અને ધર્મના ખોટા ઝનૂનથી પ્રેરાયેલા ઔરંગઝેબથી. સાંખી શકાઈ નહીં. એટલે તેણે આ દેરાસરને મસ્જિદમાં ફેરવવા માટે પિતાના સાથીદારોને સૂચના આપી. તેના સાથીદારોએ આવું અઘટિત. કાર્ય ન કરવા માટે ઔરંગઝેબને સમજાવ્યું, અને આ ભવ્ય દેરાસર જેનોના ઉપયોગ માટે અખંડિત રહેવા દેવાનું જણાવ્યું. પણ ભાન ભૂલેલા રાજકુમાર ઔરંગઝેબે પિતાના સાથીદારેની કઈ વાતે સાંભળ્યા વગર તેને મસ્જિદમાં ફેરવવાની પિતાની આજ્ઞાને તરત જ કડક અમલ કરવા ભારપૂર્વક જણાવ્યું. દેરાસરની આ ભવ્ય ઈમારતને ભારે નુકસાન પહોંચાડવાની સાથે સાથે તેણે આ દેરાસરમાં એક ગાયને વધલ પણ કરી કે જેથી પછી જેને તેને ફરી દેરાસર તરીકે ઉપયોગ કરે એવી શક્યતા. જ નિમૂળ થઈ જાય. * જૈનધર્મની પવિત્ર ઈમારતને, તેની ભવ્યતા સાંખી ન શકવાને કારણે, ઈસ્લામ ધર્મની ઈમારતમાં ફેરવવા માટે ઔરંગઝેબે કંઈ બાકી. ન રાખ્યું. તેણે આ ઈમારતમાં કરેલ ગાયના વધને પ્રસંગ તે આ ઈમારતને જેને કોઈ પણ દિવસ, કોઈ પણ રીતે વાપરી જ ને. શકે એટલે કરુણ-દારુણ બની રહ્યો. દેરાસરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન આટલું ઓછું હોય તેમ, આ દેરાસરને ઈસ્લામ ધર્મની મસ્જિદ માં ફેરવવા માટે ઔરંગઝેબે જૈન તીર્થકરોની મૂતિઓને નુકસાન. પહોંચાડવા માંડયું. આ દેરાસરની પૂતળીઓ અને તીર્થકરોની મૂતિ ઓનાં નાક તેડી નાખવામાં આવ્યાં, અને આ રીતે ઉત્તમ શિલ્પના. પ્રતીક રૂપે આ મૂતિઓને ખંડિત કરવામાં આવી. વળી આ દેરા-- સરને મસ્જિદમાં ફેરવી નાખવા માટે એમાં નવી મહેરાબો પણ બનાવવામાં આવી. આ મસ્જિદને તેણે “કુવત-અલ-ઈસ્લામ (Qu Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy