________________
શ્રી ચિંતામણિ-પાર્થતાથનું દેરાસર છતવાળા આ દેરાસરની ભીતે માનવ અને પ્રાણીઓની જીવંત આકૃતિઓના સુંદર શિપથી શણગારવામાં આવી હતી. મુખ્ય દેરાસરથી થોડેક દૂર એકબીજાને લાકડાના કઠેડાથી જુદી પાડતી ત્રણ દેરીઓ હતી. હઠીસિંહના દેરાસર જેવી ભવ્યતા
આ વર્ણનને કંઈક વધુ ખ્યાલ આપણને એ હકીકત ઉપરથી પણ આવી શકે કે આ દેરાસર અત્યારના અમદાવાદના સુપ્રસિદ્ધ - હઠીસિંહના દેરાસરના જેવું જ હતું.
શ્રીયુત્ મગનલાલ વખતચંદ આ દેરાસર વિષે જણાવે છે : “..બાવન જિનાલયનું શીખરબંધ દેહે જેન ધર્મનું છે. તે દેહેરા વિશે એવું કહેવામાં આવે છે કે નગરશેઠ સાંતીદાસ શેઠે પાંચ
સાત લાખ રૂપૈઆ ખરચીને કરાવ્યું હતું. એ દેહેરાને ઘાટ તમામ - હઠીસંઘના દેહેરા જે પણ તફાવત એટલે જ કે હઠીસંઘનું દેહેરું પશ્ચમાભિમુખ છે ને આ દેહેરૂં ઉત્તરાભીમુખનું છે.” - અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરાસરની ભવ્યતા જેણે નજરે જોઈ હોય તે શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ આ ચિંતામણિ પાશ્વનાથના દેરાસરની ભવ્યતાની સહેજે કલ્પના કરી શકે. આ દેરાસરનું એક તીર્થ તરીકે વર્ણન . આ દેરાસરને તીર્થરૂપે લેખવામાં આવતું હતું એવા પણ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે.
શ્રી શીતવિજયજી પિતાની “તીર્થમાળામાં આ દેરાસરનું તીર્થ - તરીકે વર્ણન આ શબ્દોમાં કરે છે –
ઓસવશે શાંતિદાસ, શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ પ્રભુ સેવાઈ ગજપદા, દિલ્લી સરિ બહુ મા સદા.૧ કડી૧૫૧
આ કડી ઉલેખ કરીને શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે: “એમના સમયમાં એ મંદિર જૈન તીર્થ તરીકે ગણાતું શીલવિજ્યજીની તીર્થમાળામાં એને ઉલ્લેખ આવે છે.”૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org