________________
નમસ્ટોક શાંતિદાસ ઝવેરી પ્રાણીઓની કેટલીક આકૃતિઓથી શણગારવામાં આવી હતી. આ મસ્જિદ(દેરાસર)માં લાકડાના કઠેરાથી જુદા પાડવામાં આવેલ ત્રણ નાનાં દેરાં (ગભારા) અથવા અંધારાવાળાં (obscure) સથાને સિવાય બીજું કંઈ ન હતું. આની અંદર તીર્થકરની આરસપહાણની મૂર્તિઓ હતી અને વચલી દેરીમાં રહેલ મૂતિ પાસે ઝળહળતે દીપક હતે.
“અમે ત્યાં તેઓના એક પૂજારીને પણ છે કે જે તે સમયે ભક્તિ કરવા આવતા ભક્તોના હાથમાંથી મૂર્તિઓને શણગારવા માટે ફૂલે, કઠેરા પાસે લટકાવેલ દવાઓ માટે તેલ (ઘી) અને ભેગ (sacrifice) માટે ઘઉં અને મીઠું લેવામાં રોકાયેલું હતું. તેણે ફૂલને મૂર્તિઓ પાસે ગોઠવ્યાં. તેમાં મેં અને નાક લીનના ટુકડા વડે ઢાંકેલાં કે જેથી તેને શ્વાસની અશુદ્ધતા ઈશ્વરને અપવિત્ર ન કરે. અને દીવા પાસે આવતાં જ તે કંઈક પ્રાર્થના બેલતે અને તેને હાથ બ્બતની ઉપર અને નીચે ફેરવતે – જાણે કે તેણે તેને (હાથને) અગ્નિમાં જોઈ નાખ્યા ન હોય! અને કયારેક તેનું મેં પણ તેનાથી ઘસતે ૧૫
મેન્ડેલલેના આ વર્ણન ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આ દેરાસર નવું નવું બન્યું હતું તે જ વખતે મેન્ડેલલેએ તેની મુલાકાત લીધી હતી. વળી આ દેરાસરના મેટા વિશાળ ગાનને ફરતી પથ્થરની દીવાલ હતી. આ ચગાનની મધ્યમાં નાની નાની દેરીઓ સાથેની ભમતી હતી અને તેની મધ્યમાં મુખ્ય દેરાસર આવેલા હતું, ભમતીની દેરીઓમાં સફેદ કે કાળા આરસપહાણની મૂતિઓ હતી. જો કે અન્ય પરદેશી મુસાફરોની જેમ મેન્ડેલ સ્લે પણ તેને ભૂલથી પગ વાળીને બેઠેલ નગ્ન સ્ત્રીઓ માની લે છે, તે વાસ્તવમાં તે તીર્થકરેની જ મૂતિ એ હતી. ભમતીની વચ્ચે વચ્ચે કેટલીક દેરીઓમાં ત્રણ મૂતિઓ – વચ્ચે મેટી અને આજુબાજુ એક એક નાની મૂતિ એ રીતે - હતી. દેરાસરના પ્રવેશદ્વારમાં જ પૂરા કદના બે કાળા આરસના હાથી કંડારેલા હતા, કે જેમાંના એક હાથી પર આ દેરાસર બંધાવનાર નગરશેઠ શ્રી શાંતિદાસની મૂતિ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org