SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર વાઈસરોય તરીકે આઝમખાનને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ આઝમખાન એક શક્તિશાળી અને પ્રતાપી વાઈસરેય હતા અને તેને નામમાત્રથી તેના દુશ્મને ધ્રુજતા હતા એમ કહેવાતું. “શ્રી ચિંતામણિપ્રશસ્તિની રચના ઈ. સ. ૧૬૪૦ માં કરવામાં આવી. તેથી તે સમયે ગુજરાતમાં વાઈસરૉય તરીકે આઝમખાન જ સત્તા પર હતા. શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના અંતમાંના કેટલાક કેમાંથી એક લેકમાં આઝમખાનનું તે સમયના ગુજરાતના યેગ્ય વડા તરીકે વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે : “જેના નામમાત્રથી દુશ્મનનાં શરીર ભયથી ધ્રૂજી ઊઠતાં, આંખે ચઢી જતી અને હૃદય બેસી જતાં એવા ગુજરાતના યેગ્ય વડા આઝમખાનને જય હો.”૧૨ જર્મને પ્રવાસી મેલો દેરાસરની મુલાકાતે - આ દેરાસર બંધાયા પછી ૧૨ વર્ષ બાદ, સંવત્ ૧૯૯૪ (ઈ. સ. ૧૬૩૮)માં જમના પ્રવાસી આલ્બર્ટ ડી. મેન્ડેલ એ૩ પિતાના ભારતના પ્રવાસ દરમ્યાન આ દેરાસરની મુલાકાત લીધી હતી. આ દેરાસરનું વર્ણન કરતાં મેન્ડેલ જણાવે છે – “આ દેરાસર નિશંકપણે અમદાવાદ શહેરનાં જોવાલાયક ઉત્તમ સ્થાપત્યમાંનું એક હતું. તે સમયે આ દેરાસર નવું જ હતું, કારણ કે તેના સ્થાપક શાંતિદાસ નામે ધનિક વાણિયા મારા સમયમાં જીવતા હતા. ઊંચી પથ્થરની દીવાલથી બંધાયેલા વિશાળ ચે ગાનની મધ્યમાં આ દેરાસર આવેલ હતું. તેમાં ફરતી ભમતી હતી કે જેમાં નાની નાની ઓરડીમાં સફેદ કે કાળા આરસપહાણની મૂતિઓ હતી – જે મૂર્તિઓ તે દેશને (ભારતન) રિવાજ પ્રમાણે પગ વાળીને (પલાંઠી વાળીને) બેઠેલ નગ્ન સ્ત્રીઓની ૧૪ હતી. કેટલીક દેરીઓમાં વચ્ચે મોટી અને આજુબાજુ એક એક નાની મૂર્તિ – એ રીતે ત્રણ મૂર્તિઓ હતી. પ્રવેશદ્વારમાં બે કાળા આરસના, સંપૂર્ણ કદના હાથીએ હતા અને તેમાંના એક ઉપર સ્થાપકની (શાંતિદાસની) મૂતિ હતી. આખું દેરાસર છતવાળું હતું અને દીવાલે માણસ અને બીજાં જીવંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy