________________
શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર તેમના વારસદારે પણ પેઢી દર પેઢી મેળવતા રહ્યા, તે સંપત્તિને ધર્મના કામમાં વ્યય કરવાનું વલણ શ્રી શાંતિદાસ નાનપણથી જ ધરાવતા હતા. પાલીતાણાને જે સંઘ તેમણે પિતાની યુવાનવયે ઈ. સ. ૧૬૧૮માં કાવ્યો હતો તે આ બાબતની સાક્ષી પૂરે જ છે." દેરાસર બાંધવાની ઈચ્છા
શેઠ શ્રી શાંતિદાસને પિતાના વતન અમદાવાદમાં ભવ્ય દેરાસર બંધાવવાને વિચાર આવ્યું. આ વિચાર તેમણે પિતાના મોટા ભાઈ વર્ધમાનને જણાવ્યું અને વર્ધમાને તે વિચારમાં સંમતિ દર્શાવી. ત્યાર બાદ તેમણે પોતાના ગુરુ શ્રી મુક્તિસાગરજી મહારાજ કે જેમના પ્રત્યે તેમને ખૂબ આદર અને ભક્તિ હતાં, જેમને ઉલેખ ચિંતામણિ મંત્રની સાધના અંગેની કથામાં કરવામાં આવે છે અને જેમને સૂરિપદ અપાવવામાં તેમણે આગળ પડતે ભાગ ભજવેલે તેમને પિતાને આ વિચાર દર્શાવ્યું. અને પૂ. શ્રી મુક્તિસાગરજી મહારાજે તેમને આ કામ કરવાની આજ્ઞા આપી. દેરાસરનું નિર્માણ
ત્યારબાદ આ દેરાસર માટેની જમીન મેળવવા માટે શ્રા શાંતિ. દાસ શેઠે તે વખતના મોગલ બાદશાહ જહાંગીરને સંપર્ક સાધ્ય. જહાંગીર બાદશાહ આમે ય “ઝવેરી મમ્મા” તરીકે શાંતિદાસ શેઠ પ્રત્યે આદરભાવ ધરાવતા જ હતા, અને વળી દરેક ધર્મ પ્રત્યે . પિતાના પિતા અકબર જેવી ઉદાર નીતિ પણ ધરાવતા હતા. એટલે આવા ધર્મના કાર્યમાં જહાંગીરે આનાકાની વગર હા પાડીને જમીનને લગતા પરવાના શ્રી શાંતિદાસને આપ્યા.
અમદાવાદમાં આવેલ સરસપુર તે સમયે “બીબીપુર (બીબીપુરા) તરીકે પ્રખ્યાત હતું. સૈયદ ખુન્દમીરનાં મા બીબીજના નામ ઉપરથી આ પરાનું નામ “બીબીપુર પડયું હતું એવી કથા છે. આ બાબીપુરામાં દેરાસર માટે વિશાળ જમીન બાદશાહ પાસેથી મેળવ્યા બાદ ઝવેરી. શાંતિદાસે તે જમીનમાં સંવત્ ૧૬૭૮(ઈ. સ. ૧૯૨૧)માં દેરાસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org