________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી આ કથાઓના વિગતભેદે અને સામ્ય - શ્રી શાંતિદાસને ચિંતામણિમંત્રની પ્રાપ્તિને લગતી જુદાં જુદાં પુસ્તકોમાં રજૂ થયેલી આ કથામાં થેડેઘણે ફેરફાર જોવા મળે છે જેમ કે શ્રી શાંતિદાસ જે બીજા શાંતિદાસને ઘેર ગયા હતા તે સૂરતમાં રહેતા હતા કે દિલ્હીમાં, આ મંત્રની સાધના જૈન મુનિએ કરાવી કે જોગીશ્વરે, આ મંત્રની સાધના શાંતિદાસના કહેવાથી કરવામાં આવી કે જેગીશ્વરે સામે ચાલીને શાંતિદાસ ઉપર ઉપકાર કરવા માટે કરી, મંત્રની સાધના વખતે ધૂપ, દીપ, બાકુલા વગેરેની જરૂર પડી કે સાકર અને દૂધની આવી ઝીણી ઝીણી વિગતેના ભેદને બાદ કરીએ તે આ જુદી જુદી કથાઓમાં સમાનપણે જે કહેવામાં આવ્યું છે તે એ છે કે એક શાંતિદાસના માટે સાધવામાં આવેલા ચિંતામણિના મંત્રનું ફળ બીજા શાંતિદાસ લઈ જાય છે, અને આ મંત્રના ફળના પ્રતાપે અમદાવાદના વતની શ્રી શાંતિદાસ ઝવેરી ધનસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે શ્રી ચિંતામણિનું દેરાસર
આ દંતકથામાં જે કંઈ સત્ય હોય તે ખરું, પણ શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર બંધાવવાની અદમ્ય ઇચ્છા હતી એ તે એક ઐતિહાસિક હકીકત છે જ. આ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ક્યારે બંધાવ્યું, ક્યાં બંધાવ્યું, તે દેરાસર લુપ્ત કેવી રીતે થયું – વગેરે બાબતેને લગતાં જુદા જુદા પ્રવાસીઓનાં વર્ણને અને અન્ય આધાર ઉપલબ્ધ છે. પિતાની સંપત્તિને ધાર્મિક ઉપગ - શ્રી શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિમંત્રના પ્રતાપે, કે ઝવેરાતના ધંધાની પિતાની આવડતના પ્રતાપે કે ભાગ્યની બલિહારીને કારણે કે ઘનિષ્ઠ રાજદરબારી સંબંધને લીધે – આમાંથી કેઈ એક કારણે કે બધાં કારણેને લઈને જે સંપત્તિ મેળવી (અને જે સંપત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org