________________
૭૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી કુશળતાને કારણે પિતે તે સારું ધન મેળવી જ શક્યા હતા, પરંતુ સાથે સાથે સમાજમાં તેમણે જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે હકીકત એ બાબતનું સૂચન કરે છે કે ૧૭મી સદી દરમ્યાન ગુજરાતના હિંદુ વેપારીઓ અને નાણું ધીરનારાઓ મુક્ત રીતે વેપાર-વણજ ખેડી શક્તા હતા અને પિતાના ઉદ્યોગને વિક સાવી શકતા હતા, જેની નેંધ શ્રી કેમિસેરિયેટ જેવા વિદ્વાન પણ લે છે. રાજદરબારમાં મહાજન તરીકે અગ્રિમ સ્થાનને લગતે એક પ્રસંગ
તે સમયે જૈન ધર્મના લેકાગચ્છ નામે પ્રસિદ્ધ એક ગ૭ના લોકોએ જ્યારે શાંતિદાસ શેઠ અને તેના મહાજન વિરુદ્ધ બાદશાહને ફરિયાદ કરી કે, “શ્રી શાંતિદાસ અને તેમનું મહાજન અમારી સાથે લગ્ન સંબંધ બાંધતા નથી કે જમતા નથી” ત્યારે બાદશાહે એક ફરમાન દ્વારા ચુકાદો આપે : “લગ્નસંબંધ બાંધ કે સાથે જમવું એ બંને પક્ષની ઈચ્છા ઉપર આધાર રાખે છે, તેથી કોઈને તે અંગે બળજબરી કરી શકાય નહીં.” આ ખુલાસે પણ શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીના રાજદરબારમાંના મહાજન તરીકેના અગ્રસ્થાનને
સૂચવે છે ૬
રાજદરબારમાં આદરભર્યું સ્થાન
શ્રી ચિંતામણિપ્રશસ્તિના આધારે શ્રી શાંતિદાસ ઝવેરીનું એક શબ્દચિત્ર આપતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “અનેક તેજીલા ઘેડા અને લડાયક હાથીઓની ભેટને કારણે દેખાઈ આવતી શાહી કૃપાને કારણે રાજદરબારમાં સુખ્યાત અને અમદાવાદના નરરત્ન (એવા શ્રી શાંતિદાસ)...૭ - શ્રી શાંતિદાસ ઝવેરીએ પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને આધારે રાજ્યના સરકારી માણસેમાં જેને માટે આદરભર્યું સ્થાન ઊભું કરેલું તેની નોંધ શ્રી રત્નમણિરાવ આ શબ્દોમાં લે છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org