________________
૭૨
વગરશેઠ શાંતિદાસ ઝવેરી
મહાજન કેણ
મહાજન કોને કહેવાય? તેને જવાબ એ છે કે, જે વ્યક્તિમાં સારાસારને વિવેક કરવાની શક્તિ હય, ન્યાયપૂર્વક વિચારવાની દૃષ્ટિ હોય, સમાજના ઝઘડાઓ ઉકેલવાની આવડત હેય, તે માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ વાપરવાની સૂઝ હોય અને અને તે તે બધા પ્રયત્નના પાયામાં સમાજ નું, પ્રજાનું હિત કરવાની ભાવના હોય તે વ્યક્તિને મહાજન કહી શકાય. વળી
માનવ મ ાતા પથ ” (અર્થાત્ “મહાજને જે પંથે જાય તે પચે ક્ષામાન્ય પ્રજા પણ જાય છે' એ ઉક્તિમાં મહાજનના વર્તનની ગંભીરતા અને જવાબદારી ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. એટલે જે વ્યક્તિ મહાન હોય તેણે એ માર્ગ, એવી જીવનરીતિ પસંદ કરવી જોઈએ કે જે માગે સામાન્ય પ્રજા જઈ શકે અને તે માગે તેનું કલ્યાણ પણ થાય. વળી, મેટે ભાગે રાજસત્તા સાથે સુમેળ રાપા, અને વખત આવ્યે, રાજ્યના અન્યાય, અત્યાચાર કે અમને વશ થવાને બદલે, એની સામે પડવાની તાકાત તથા નિર્ભયતા દાખવવાની તૈયારી પણ મહાજનમાં હેવી જરૂરી છે. તેમને વ્યક્તિત્વનાં વિવિધ પાસાં - શ્રી શાંતિદાસ ઝવેરીને પરિચય આપતાં, ટૂંકમાં જ તેમનાં વિવિધ પાસાને પરિચય મળે એ રીતે શ્રી ભેગીલાલ સાંડેસરા જણાવે છે “શાન્તિદાસ એક ધાર્મિક પુરુષ, સજજન અને ભકત હતા તથા સાહસિક વેપારી હતા. પ્રવેશતને વેપાર એમને મુખ્ય ધધો હતું, પણ અમદાવાદના શરાફેના તેઓ શિરેમણિ
હલ.૧
શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદના નગરશેઠનું પદ આપવામાં આવ્યું તે પ્રસંગ જ તેમને આદર્શ મહાજન તરીકે સાબિત કરવા માટે પૂરતું છે. છતાં મહાજન તરીકેના કાર્યો તેને ક્વી કુશળતાપૂર્વક કરતા તેના થડાક ઉલેખે આપણે જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org