________________
७
આદ મહાજન
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વનું અનાખું પાસુ
મહાજનપદ
મૂળ ક્ષત્રિય રાજબીજ ધરાવતા, એસવાળ વ ́શના નરરત્ન શ્રી શાંતિદાસ શેઠની નસેામાં પેાતાના પૂર્વજોની શૂરવીરતા, આવડત અને કુશળતાનુ લેાહી વહેતું હતું. ‘એસવાલ ભૂપાલ' એ ઉક્તિને સાર્થક કરે એ રીતે તેમના પૂર્વજો અને વંશજો પશુ સમાજમાં અગ્રેસર સ્થાન ભાગવતા હતા. મેગલ બાદશાહેાના રાજદરબારમાં તેઓ માભાભયુ સ્થાન ધરાવતા હતા તે તેા આપશે ( શાહી ઝવેરી અને નગરશેઠપદ’ નામે ચેથા પ્રકરણમાં) જોઈ જ ગયા. સાથે સાથે, પેતે જે સમાજમાં રહેતા હતા તે સમાજનાં, ખાસ કરીને પોતાના શ્રાવકસઘના હિતને લગતાં કાર્યાં કરવામાં તે હંમેશાં પ્રવૃત્ત અને અગ્રેસર રહેતા એ પણ આપણે ( સદ્ઘપતિ શ્રી શાંતિદાસ' અને ‘ગુરુને આચાર્ય પદવી ' નામે પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં) જોયુ.
Jain Education International
રાજા અને પ્રજા બંને વચ્ચે કડીરૂપ બની રહે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી શાંતિદાસ ઝવેરી આદશ મહાજન પણ હતા. તેઓ સમાજમાં એક વેપારી તરીકે, ઝવેરી તરીકે, નાણાં ધીરનાર, શરાફ તરીકે તથા રાજદરબારમાં અગ્રેસર નાગરિક તરીકેનું માભાભયું સ્થાન ધરાવતા હતા તેના ઉલ્લેખા આપણે અનેક જગ્યાએ જોઈ ગયા છીએ. તે એક ઉત્તમ મહાજન તરીકે પણ સમાજમાં પ્રતિષ્ઠિત હતા એ બાબત નોંધતી વખતે આપણે કેટલીક હકીકતાની શ્રી વાર પણ કદાચ નોંધ લેવી પડશે. પરંતુ અહીયા તા, તે મહાજન તરીકે સમાજમાં કેવી કુશળતાથી વતતા હતા તે બાબતને, તેમના વ્યક્તિત્વના એ ઉજ્જ્વલ પાસાને જ, રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org