________________
નિવેદન ચોથું.
( ૩૩ ) જાય છે. અમેરીકન પ્રખ્યાત ડોકટર હેલી કે જેણે “ધી એક રીજીન એક લાઈક” નામે ગ્રંથ લખ્યું છે, તેમાં તે ડોસીર વનસ્પતિ છેડ વિષે લખે છે કે, તેના પાંદડા પર કઈ જંતુ. બેસતાં તેના છોડના કાંટા અંદરની પાસ વાળી જતુને પકડી લઈ ચુસીને ફેંકી દે છે, તે કુર છોડ માંસાહારી છે. તેના જેવું બીજુ શું ? ડાયોમીયમસકીઠુલા ૨ ચીનસનું માખીએ પકડવાનું શુર યંત્ર નામનું ઝાડ પણ છે. આ બીજી જાતનું ઝાડ નાના જીવ-જંતુનું જ ભક્ષણ કરતું જણાય છે. કેટલાક જંતુઓ આ વનસ્પતિને અનુકુળ આવતાં નથી, તેથી જ્યારે તેને કાંઈ એવુ ખાવામાં આવે છે ત્યારે તેને આપણુ અપચાની પેઠે વિકાર થતા જણાય છે! વળી આ પ્રેસર કહે છે કે આ વનસ્પતિઓમાં માટે ફેર ગતિને માનવામાં આવે છે, પણ તે વાસ્તવિક નથી. વનસ્પતિની સચેતનતા માટે ઉપરની વાત બહુજ જેરવાળી છે.
ડરેટ નામના છોડની ડાળી ઉપર ગોળ દડા જેવા આકાર બંધાયેલા હોય છે, તેના ઉપરના ભાગમાં પડદે હોય છે, જે પર જનાવર બેસતાં પડદો અંદર દબાઈ જતુને અંદર પિલાણમાં નાખી પડદો પોતાની જગ્યાએ આવે છે, આ પ્રમાણે આ વનસ્પતિ છળકપટવાળી-કાવત્રાંબાજ છે! કેચ ફલાઈ (માખી પકડનાર) છેડ પર સુંદર જે રસ પથરાઈ રહેલે હોય છે. જતુ ફસાતાં તે ધીરે ધીરે જતનું ભક્ષણ કરવા માંડે છે.
સીરા છોડથી બે ઇંચ જેટલે છેટે ઉંચી માખી ટાંગીએ તે તે થોડીવારમાં પોતાના પાંદડાના કાંટા તે તરફ ઉંચા કરીને તેને પોતાના પંજામાં સપડાવે છે. વળી એક જાતને એવો છે? છે કે જે પોતાના મધના ફલને ચૂસવા આવેલ માખીઓની સુંઢને પિતાના ઝીણા તંતુઓથી પકડી લે છે, તે મરી જા ત્યાં સુધી પકડી રાખે છે (સમાચક પુ. ૧૯, અંક ૭, ૧૯૧૪ જુલાઈ,) ઉપર પ્રમાણે આધુનિક શોધકોના અનુભવમાં આવેલું છે.
હવે તેના આયુષ્ય અને દેહમાન તરફ લક્ષ્ય દોડાવીએ. ૩૦૦ વર્ષથી રોપેલી બેધિસત્વની શાખા સિંહલદ્વીપમાં વિખ્યાત છે. ઘણાજ જુના કાળનું રાયણનું ઝાડ શત્રુંજય ઉપર વિદ્યમાન છે. પ્રયાગ પાસે ભેંયરાના વડની પણ તેજ સ્થિતિ નીહાળાય છે, કે જે ૧૫૦૦ વર્ષ હોવાનું કહેવાય છે, તેને માટે બ્રાહ્મણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org