________________
નિવેદન ચોથું.
( ૩ ) કવાથી નાશ પામે છે. પીચારઝાડને ચીકણું પદાર્થવાળા વાસણના આકારના પત્રો હોય છે. કીડા તેમાં ગયા પછી પાછા નીકળી શકતા નથી. તેમાં ઘણું તીણુ કાંટા અને ઢાંકણુ હોવાથી કીડાઓની બહાર નીકળવાની કેશે નિષ્ફળ જવાથી નિસ્તેજ બની નાશ પામે છે.
ફેંચી કહે છે કે-ખાંસી છોડ ધુળથી ચીડાય છે, અને તે ધૂળ ઉડાડતાં એક ગેસને છેડે છે; જ્યારે તે આબાદ ઉધરસ ખાય છે.
અંગ્રેજો કહે છે કે–વૃક્ષે લખી શકે છે એક અમેરીકન ઝાડ પોતાની વડવાઈ વડે કરીને પોતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાંખે છે, આ કુરતાનું દષ્ટાંત છે. એલશિંગ નામે અમેરીકન વનસ્પતિ કીડીઓના સહવાસ વિના સુકાઈ જાય છે, આ વિયેગનું દુ:ખ સુચવે છે. (સંભવે છે.) સેવાળ એ વનસ્પતિની જાત છે ત્રણ કાળે ત્રણ રંગ લેવાવાળા ફુલેના ઝાડે છે. માત્ર સાંજેજ સુગંધી બનતું ત્રિકોણ કૃતિ ફુલ થાય છે. (વિ. ૮૦ થી ૮૨) આતે હાલના પાંદડાના છીદ્રમાંથી પાણી ઝરે છે. વળી ટીહાટી પીસ નામે એક ઝાડ થાય છે; જે સવારે શ્વેત, બપોરે લાલ, અને રાત્રે આસમાની બને છે; તે પરથી સમયની ખબર પડે છે. (વિ. ૮૫) જાશગટે પર્વતના અજાયબી ઝાડના પાંદને વાળના ગુચ્છા છે. તેનું પશુ કે મનુષ્ય પર વિચિત્ર પરિણામ આવે છે. આકીકાના અમુક જાતના ઝાડનાં બી પાણીમાં નાંખી ઉકાળવાથી માખણ રૂપ બને છે. છ હજાર વર્ષથી જુના મીસર ખંડીચરના કુલે જળમાં નાખતાંજ ખીલતા થાય છે
અજાયબ વનપતિ -મદ્રાસના અંત્રતપુર જીલ્લાનું ખજુરીનું ઝાડ મધ્યરાત્રીથી નીચે પડવા માંડે છે, બપોર પહેલાં તદન સુઈ જાય છે, અને પછી ઉભું થવા માંડે છે. મધ્યરાત્રી પહેલાં તદૃન ટટ્ટાર થઈ જાય છે. લોકો તેની માનતા કરવા લાગ્યા છે. બોશાલશેખને ત્યાં પણ આવી જ જાતનું ખારેકનું ઝાડ હતું. કડી ખાતે સદુમાતા સામે જુના પીપળામાં હુઉ હુe અવાજ થ ય છે. જેના સામે અજ્ઞાન માન્યતા શરૂ થયેલ છે(જૈન, ૨૧, ૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org