________________
નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ ગૌણ પદ . માતા અને ધાવતા બાળકના વિરહની અર્થશાસ્ત્રને પરવા નથી, લેકે ઉપવાસી રહે, કામ કરી કરીને તને માગું પડે, નીતિ નષ્ટ થાય, રક્ત રેડાય, પણ અર્થશાસ્ત્રને તેની ફિકર નથી. પૈસા પુષ્કળ મળે એટલે તેનું કામ પત્યું. આવા પ્રકારની વૃત્તિને પણ વ્યવહારમાં ઉતારનાર અર્થશાસ્ત્રના ગાઢ ભક્ત જગતમાં જણાયાથી તે શાસ્ત્રનું નામ નીકળતાં જ કોલૉઇલને પગથી માથા સુધી લાગી. જતી. અર્થશાસ્ત્રનું નામ અનર્થશાસ્ત્ર (Dismal science) પડવાનું કારણ તેની આ પ્રવૃત્તિ જ છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે, અર્થશાસ્ત્ર ઉપર જે આપ કરવામાં આવ્યું છે, તેનું વાસ્તવિક કારણ તેનાં તત્ત્વ દૂષણય છે એ નથી: પણ લેક તે તત્વની મર્યાદા પિછાનતા નથી એ છે. ગણિતશાસ્ત્ર જુએ, રસાયનશાસ્ત્ર જુઓ કિંવા અન્ય કઈ પણ શાસ્ત્ર જુઓ તેનાં તો કંઈક મર્યાદા સુધી જ અને વિશિષ્ટ કાલ્પનિક પરિસ્થિતિમાં જ ખરાં હોય છે. ગણિતમાં એક બરાબર એક (૧=૧) એ તત્ત્વ ખરું હશે; પણ વ્યવહારમાં એક રાજા બરાબર બીજો રાજા નથી હોતું. રસાયનશાસ્ત્ર પ્રમાણે કાલસ અને હીરા તત્વતઃ સરખા જ છે; તેથી બજારમાં કંઈકઈ કોલસાને રત્નના મૂલ્ય ખરીદતું નથી. પ્રત્યેક શાસ્ત્રનાં તો એકાંગી હોય છે, માટે તે વિશિષ્ટ દૃષ્ટિએ જ ખરાં સમજવાનાં હોય છે. તેને ગમે ત્યાં ઉપયોગ કરે છે, સેના સમુત્વને અર્ધ ચન્નતિ પંહિતા વગેરે શાસ્ત્રવચનને શબ્દાર્થ કરી વર્તનાર પ્રસિદ્ધ મૂખ પંડિતને શોભે તેમ છે.
વ્યાકરણ પરથી ભાષા કેવી રીતે શુદ્ધ બોલવી એ સમજાયું હૈય, માટે હંમેશાં જ શુદ્ધ લવારે કર્યા કરે અથવા શુદ્ધ ગાળો દેવી એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે “ધન મેળવવાના માર્ગ કયા; તે ધનની વહેંચણી કારખાનદાર, વ્યવસ્થાપક (Enterpreneur), કારીગર, મજૂર વગેરે વર્ગોમાં કયા તત્ત્વ પર થઈ શકે તેનું ભાન અર્થશાત્રે કરાવી આપ્યું છે, એટલે ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં પૈસાની જ બૂમ પાડ્યા કરવી; અથવા તેનો જ નિદિધ્યાસ લગાડી લેવો; કે તે જ તરવમણિ સમજવું; યા તે તે શાસ્ત્રનાં તત્ત્વને જ અગ્રસ્થાન આપવું, એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org