________________
નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ પળાય છે અથવા પળાવાં જોઈએ, એ પ્રશ્નને વિચાર કરવાની અહીં જરૂર નથી.
અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં ધન કેમ ઉત્પન્ન થાય છે, તેની વહેંચણી કેવી રીતે કરવી, વ્યાપારનાં તો શાં છે, માલનાં મૂલ્ય બજારમાં કેમ વધે ઘટે છે, વેતન ઓછું વડું મળવાનાં શાં કારણ છે વગેરે વાતનો વિચાર કરેલ હોય છે. પ્રત્યેક માણસને પૈસા મેળવવાની ઇછા હોય છે, તે પિતાના ખીસામાંથી ઓછા પૈસા જાય અને બાના ખીસામાંથી કઈ રીતે પોતાના ખીસામાં વધારે આવે, તે તરફ નજર રાખે છે, એવા પ્રકારનાં તો ગૃહીત માનીને તે પાયા પર અર્થશાસ્ત્ર ચણવામાં આવ્યું છે. તમારે તમારું કારખાનું ઉત્તમ રીતે ચલાવવું છે ને? તેમાંથી જેટલે ફાયદે મેળવાય તેટલા તમારે જોઈએ છે ને? હકારમાં જવાબ હોય તે સર્વથી સસ્ત કાચો માલ જ્યાંથી મળી શકે ત્યાંથી મેળવો અને તૈયાર થયેલા માલનું જેટલું વિશેષ મૂલ્ય મેળવી શકાય તેટલું મેળવો; નોકર પાસેથી જેટલું વધારે કામ લઈ શકાય તેટલું લે; પગાર જેટલો છે આપી શકાય તેટલો આપે; ગાયને ચારે ઓછો મળે છે ત્યારે દૂધ પણ ઓછું મળે છે માટે એવી રીતે માત્ર હાનિ પ્રાપ્ત રખે કરી લેતા; ચારે અધિક નાખીને દૂધ વધારે મેળવી શકાતું હોય તે ખુશીથી તેમ કરે; પણ ધ્યાનમાં રાખે છે દૂધ વિશે મેળવવું એ આપણું ધ્યેય છે, ત્યારે વિશેષ નખ એ નહિ. અર્થશાસ્ત્રને ઉપદેશ આવા પ્રકારનો હોય છે.
પ્રત્યેક સંસારીને અનુભવ થયેલ છે કે, કેટલાક એ ઉપદેશને શિરસાવંઘ માનનારા હોય છે. કેટલાક કારખાનાવાળાઓ પિતાના લાભ તરફ જુએ છે. કારખાનાના મજૂરોની કે કારકુનોની ઘેર કેવી સ્થિતિ હશે, તેમની પાસેથી પ્રાણતિક કામ કરાવી લઈએ છીએ માટે તે પ્રમાણમાં તેમને વિશેષ પગાર આપવો. જોઈએ, લાખ રૂપિયા પોતે જ મેળવી લેવા કરતાં કારખાનાંના મજાનો પગાર વધારી તેમનાં બાળબચ્ચાંદિને પ્રાણનું રક્ષણ કરવું એ સારું છે, વગેરે પ્રકારના વિચાર તે લક્ષાધિપતિઓના મનને સ્પર્શ પણ કરતા નથી; ર૬ને તેમને જે કઈ એ વિષે પ્રશ્ન કરે છે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org