SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ સંભવ છે અને બીજું એ કે, વિશિષ્ટ ધાર્મિક આચાર વિશિષ્ટ સમાજની નીતિને પિષક હોય છે, તેને ફાયદે ન મેળવવો એ ભૂલ છે. ધર્મનું બીજ આચારમાં ન હોઈ શુદ્ધ બુદ્ધિમાં છે, એમ જો કે કહીએ છીએ તે પણ એ શુદ્ધ બુદ્ધિ જે આચારની સહાયથી સુલભ થતી હોય તે વંઘ જ સમજવી જોઈએ. પણ એવા આચાર ક્યા, તે વિષે કઈ પદ્ધતિથી કે, કેટલે અને કોણે આગ્રહ રાખવો વગેરે પ્રશ્ન વ્યાવહારિક અને વિશેષ નાજુક છે; તેનું વિવેચન આ ગ્રંથમાં કરવાને કંઈ કારણ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy