________________
૫૮
નીતિશાસ્ત્રપ્રવેશ વિદ્યાર્થીઓ માટે ભિન્ન વિદ્યાથગૃહ બાંધીને કિવા તેમની સુવડ એક જ ગૃહમાં પણ જુદી જુદી કરીને એ હરકત એક વખત તે દૂર કરી શકાશે, પરંતુ એક જ ધર્મના અને જાતના વિદ્યાથી સંબંધે જે અડચણો આવે છે તે એથીયે મોટી હોય છે. ધાર્મિક આચાર વિષે આગ્રહ રાખવાનું તત્ત્વ સામાન્યતઃ કબૂલ છે; પણ ‘કયા આચાર?” એ પ્રશ્ન થાય છે કે વાદવિવાદ ઊભો થાય છે, ઉપરાંત ધર્મને જે ખરો મર્મ છે તે કેવળ આચાર દ્વારા હૃદયમાં કેટલે સુધી પહોંચી શકે એ વિષે શંકા જ છે.
ધાર્મિક શિક્ષણ આપવાનું મુખ્ય માર્ગ એ છે કે ધર્મનિષ્ઠ શિક્ષકનું દૃષ્ટાંત હમેશ વિદ્યાથી સમક્ષ રાખવું. એમ કહેવું નથી કે સ્નાનસંધ્યાદિ આચાર વિષે આગ્રહ રાખવો નહિ. ઊલટો આગ્રહ રાખ જ જોઈએ, કેમકે માચાર: પ્રથમ ધર્મ: એ વચનમાં પુષ્કળ તથ છે. અનુભવસિદ્ધ છે કે, હિંદુને પ્રાતઃસ્ત્રાન, ગીતાપઠન વગેરે, મુસલમાનને નમાજ, ખ્રિસ્તીને રાત્રે નિદ્રા લેતા પૂર્વે કરેલી ઈશપ્રાર્થના અને રવિવારે ચર્ચ–દેવળમાં જઈ ત્યાં સાંભળેલું ધર્મોપદેશકનું પ્રવચન ઉચ્ચતર અને શુદ્ધતર વાતાવરણમાં લઈ જાય છે. એવા આચારની સહાય મેળવવામાં કોઈએ હીણપદ માનવું ન જોઈએ.
આચારવિષયને ઉપયોગીપણું બાબત ઉર જે શંકા પ્રદર્શિત કરવામાં આવી છે, તે ધર્મનિટ ગુરુના અભાવે હેડ માસ્તર કે સુપ્રિન્ટેન્ડેન્ટને અધિકાર હોવાથી શિષ્ય પર કેવળ જુલમ ગુજારવામાં આવે છે તેને અનુલક્ષી હતી. ખરી ધર્મશ્રદ્ધાવાળા ગુરુની સંગતમાં વિદ્યાર્થીને રાખી ધાર્મિક આચાર વિષે સાધારણ આગ્રહ રાખવો એ જ ઠીક છે. ધાર્મિક ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન મસ્તકમાં પ્રવેશ કરે છે પણ તે જેમ હાડમાંસમાં પ્રવેશ કરી શકતું નથી અને શીલ બદલી શકતું નથી, તેમ જ, ભાવિક અને ધાર્મિક ગુરુના અભાવે ધાર્મિક આચારની કેવળ કવાયત કરાવ્યાથી ધર્મનિષ્ઠાને હદયમાં પ્રવેશ થઈ શકતું નથી. ધર્મનિષા પુષ્પના સુવાસની માફક દૂરથી પણ હૃદય હલાવી શકે છે નસકેરામાં કૂલ મૂક્યાથી તેનો વાસ નષ્ટ થાય છે તેમજ ધર્મનિષ્ઠા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org