SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા તેને પ્રશ્ન જ નથી. મુદ્દો એ છે કે, જે માણસ ધાર્મિકવૃત્તિને નથી તેની પ્રવૃત્તિ આવા પ્રકારની વિચારસરણી તરફ હોય છે. ધાર્મિકવૃત્તિના માણસ અને ધાર્મિક નહિ પરંતુ સદાચારરત માણસ વચ્ચે જે ભેદ ઉપર દર્શાવ્યું છે, તેને માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ છીએ તે એવું દષ્ટિએ પડે છે કે, તે પ્રકૃતિભેદ પર ઘણી વખત આધાર રાખે છે. એટલે તેમાં ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ શુદ્ધ કે દુષ્ટ વિચારપદ્ધતિનો પ્રશ્ન જ રહેતા નથી; પણ સર્વ કંઈ મનોવૃત્તિ પર અવલંબીને રહેલું હોય છે. ગાયન સાંભળી કેટલાકની મનોવૃત્તિ ઊછળી આવે છે અને કેટલાકની મને વૃત્તિમાં તેવા ઉત્કટ આનંદનું દર્શન થતું નથી; તે જ પ્રમાણે કઈ કઈ પ્રસંગે, કંઈ દશ્ય, કંઈ કાવ્ય, કંઈ વિચાર વગેરેથી ધાર્મિક વૃત્તિના માણસનાં મન જે કે આનંદ અનુભવતાં હશે; પણ તે જ પ્રસંગ, તે જ દશ્ય, તે જ કાવ્ય અને તે જ વિચાર તાર્કિક હૃદયને બિલકુલ સ્પર્શી શકતાં નથી. આ પ્રકૃતિનો ભેદ છે, અહીં યુક્તિવાદને પ્રશ્ન જ નથી. ઉપનિષદનાં વચનો વાંચીને કેટલાકને અત્યુત્કટ સમાધાન મળે છે એ વાત અનુભવસિદ્ધ છે. બ્રહ્મ અણુથી પણ અણુ છે, મોટાથી પણ મોટો છે, દૂર છે અને સમીપ પણ છે. તે સર્વ કંઈ છે અને કંઈ પણ નથી એવા પ્રકારનાં વર્ણન સાંભળીને કેટલાકને સુંદર ઉપવનને લાભ મળ્યો હોય તેવો સાત્વિક આનંદ થાય છે. યુક્તિવાદની દષ્ટિએ કદાચ તેઓ એ વચનને અર્થ કહી શકશે નહિ, પરંતુ તેમની તાર્કિક બુદ્ધિને જો કે નહિ, પણ તેમના હૃદયને એ વાત એ છે. ગાયનના આનંદની મીમાંસા થવી જેમ અશક્ય છે, તેમજ આ આનંદ માટે પણ છે. વર્ડ્ઝવર્થ નામને અંગ્રેજ કવિને સૂર્યાસ્ત જોઈને ઈશ્વરનું સ્મરણ થતું હતું, પણ સર્વને જ એવો અનુભવ * And I have felt A presence that disturbs me with the joy Of elevated thoughts; a sense sublime Of something far more deeply interfused, Whose dwelling is the light of setting suns, And the round ocean and the living air, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy