________________
પ૨
નીતિશાસ્ત્રપ્રવેશ વ્યવહારની દષ્ટિએ હરકત નથી. કદી પણ, કેઈએ ગુણનું અતિ હીન સ્વરૂપ કે ઉત્કૃષ્ટ સ્વરૂપ સામન્ય માણસમાં જોવાને મળતું નથી તેથી જ તેને સામાન્ય માણસ કહેવામાં આવે છે; “અસાધારણ” નહિ. સામાન્યતઃ ઘણાખરા ગુણ પ્રત્યેકમાં ઓછાવત્તા પ્રમાણમાં હોય છે જ. ‘ છા’ પ્રમાણમાં છે કે “અધિક’ એટલે જ બહુધા પ્રશ્ન રહે છે. ગાયનથી પ્રત્યેકને થોડે ઘણો આનંદ થાય છે જ, પણ ગાયનને શેખી કેણ છે અને કોણ નથી, એ પ્રાધાન્યન ચાઃ મવતિના ન્યાયથી તે ગુણ કોનામાં મુખ્યત્વે વસે છે અને કેનામાં નથી એ ઉપરથી જ આપણે ઠરાવીએ છીએ. તે જ પ્રમાણે આ પ્રશ્નનું પણ છે. ધાર્મિકવૃત્તિને માણસ બહુધા ભાવનાપ્રધાન હોય છે. તે સામાન્યત: ભાવિક અથવા શ્રદ્ધાળુ હોય છે. જગતમાં જે કંઈ ચર્મચક્ષુ કે જ્ઞાનચક્ષુને દેખાય છે તેટલું જ સત્ય છે એમ તેને લાગતું નથી. જગતના દેખાવની પાછળ કંઈ પણ ગૂઢ અને વિલક્ષણ શક્તિ છે એમ તેને લાગતું હોય છે. તાર્કિક અનુમાનને કે વ્યાવહારિક અનુભવને જે વાત અશક્ય જણાય છે તે વાત અશકય છે જ’ એમ છાતી ઠોકીને કહેવાને તે તૈયાર હેત નથી. માટે જ મંત્ર તંત્ર, જપજાપ, પૂજાઅચો, દેરાધાગા વગેરે પર તેની જલદી શ્રદ્ધા બેસી જાય છે. કેટલીક વખત તેની એવી સ્થિતિ થાય છે કે, જેટલું અધિક ગૂઢ તેટલું તેને અધિક વંઘ. એથી ઊલટી વૃત્તિવાળા માણસે, જે વાત તકતીત કે ગૂઢ છે તે વિષે વિશેષ કાળજી કરતા નથી. કેઈ તેમને કહે કે, “કેમ ભાઈ જગતમાં કંઈoણ ગૂઢ શક્તિ છે ને? સ્પેન્સરને સુધાં અજ્ઞાત અને અય શક્તિ (Unknown and unknowable force) માનવી જ પડી છે ને? અને અમે તેને જ બ્રહ્મ કે ઈશ્વર કહીએ છીએ.” તે તે કહેશે કે, “ખરે, ગૂઢ શક્તિ છે ખરી; પણ જે ગૂઢ છે તે ગૂઢ રહેવાની છે ત્યારે આપણને તેની શી જરૂર છે? તે શક્તિના ગુણ જો જ્ઞાત કે ય હોય તે તે ગૂઢ નથી; અને જ્ઞાત કે ય ન હોય તે તેવી નિતાઃ ગૂઢ શક્તિ વિષે વિચાર કરી કાલ કે બુદ્ધિને અપવ્યય કરવામાં શો લાભ છે? લેખક કબૂલ કરે છે કે તેની આ વિચારસરણી દેયુક્ત છે, પણ અહીં વિચારસરણી સદેવ છે કે નિર્દોષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org