________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષા valuable beliefs (I answer) and of their associated emotions )...p. 44.
હમણાં બાફરના આ યુતિવાદના જ્ઞાનવિષયક અને સૌંદર્યવિષયક અંગ તરફ દુર્લક્ષ કરી નીતિ વિષે તેમનું શું કહેવું છે તે જોઈશું. જડ પરમાણુ જ જે સૃષ્ટિનાં કારણભૂત હોય, મનુષ્ય એટલે જડ પરમાણુને એક પ્રકારને વિશિષ્ટ ગેળો એમ જે માનવું હોય, માણસના હૃદયની પાપપુણ્યાત્મક ભાવના જે પરમાણુરૂપી કારણનું જ કાર્ય હોય અને તેનાં તથા જડસૃષ્ટિમાંનાં અન્ય કાર્યોમાં તત્ત્વદષ્ટિએ કંઈ ફરક ન હોય તો કેઈને હૃદયમાં પાપવિચાર ઉદ્ભવે તે તેને નિંદવો શા માટે, અને સુવિચાર ઉદ્ભવે તે વખાણ શા માટે, તેને નિર્ણય થતું નથી. ઘાસ સુકાઈ જાય છે, પિલાદને કાટ ચડે છે, અથાણાને ફૂગ આવે છે, તે ઘાસને, પિલાદને કે અથાણુને નીતિદષ્ટિએ કોઈ કંઈ દેખ આપતું નથી. કારણ એ જ કે સુકારે લાગવો, કાટ ચડો કે ફૂગ આવવી એ વિશિષ્ટ પરમાણુનાં વિશિષ્ટ પરિસ્થિતિમાં સૃષ્ટિનિયમાનુસાર થયેલાં કાર્ય છે એમ આપણે જાણીએ છીએ. સવાસના કે દુર્વાસના, ન્યાયપ્રીતિ કે ન્યાય વિષે નિષ્કાળજી, રવીર્થત્યાગ કે સ્વાર્થસાધુત્વ, પરોપકારબુદ્ધિ કે પરોપકારપ્રવૃત્તિ વિશિષ્ટ પરમાણુના ગુણધર્માનુસાર થનારાં જ કાર્ય છે એમ જેમને લાગે છે, તેમને આપણને રામાયણ મહાભારતાદિ કાવ્યોમાં જે રસાસ્વાદ મળે છે તે મળશે કે? સત્યપ્રીતિ, ઔદાર્ય, દેશાભિમાન, વગેરે ગુણોનું કઈ વર્ણન કરે તો આપણી માફક તેને તે સ્મૃતિ આપનારું થશે કે? તેનાથી ઉચ્ચતમ સ્વાર્થ ત્યાગ થશે કે? નીતિનિયમ નિત્ય–સનાતન નથી પણ વ્યક્તિના પ્રકૃતિસ્વભાવાનુસાર ઉત્પન્ન થયેલા વિચાર છે એમ જે ખરેખર માને છે, તેને જે વિધિનિષેધ લાગે તે સ્વાર્થદષ્ટિએ લાગે તે જ. પણ જેને એમ લાગે છે કે, નીતિનિયમ મારી કે કોઈની ઈચ્છા અથવા મન પર અવલંબી રહેલ નથી પણ તે ઈશ્વરે સ્થાપેલા છે, સનાતન છે, નિત્ય છે, સર્વ સમજુ માણસોએ માન્ય કરવા જ જોઈએ એવા છે, જેને એવી શ્રદ્ધા છે કે સૃષ્ટિને આત્મા એટલે સૃષ્ટિદેવતા ક્વિા ઈશ્વર, ન્યાય અને અન્યાય, સત્ય અને અસત્ય, સ્વાર્થ બુદ્ધિ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org