________________
૩૮
નીતિશાસ્ત્રપ્રવેશ હોય છે. સદાચાર, ઈદ્રિયદમન, સત્સંગતિ વગેરેથી પ્રાપ્ત થનારું સ્વાનુભવાત્મક જ્ઞાન અપૂર્ણ હોવા છતાં તે ધાર્મિકતાને પોષે છે. પણ ધાર્મિક વાદ, લડાઈ રૂઢિભેદ, પંથભેદ, વિધિભેદ વગેરેનું પુસ્તકિયા જ્ઞાન ઉપર કહ્યા પ્રમાણે ધાર્મિકતાનું આવશ્યક અંગ નથી નથી ને નથી જ; એટલું જ નહિ પણ સહાયક પણ છે કે કેમ તેની શંકા છે.
ધર્મનિષ્ઠા એટલે (૧) રૂઢ ધાર્મિક વિધિનું જ્ઞાન નહિ, અને (૨) ઉપવાસાદિકનું પાલન પણ નહિ, તેમજ (૩) ધર્મવિષયક, ઐતિહાસિક, તાત્વિક કે તુલનાત્મક એવું બૌદ્ધિક જ્ઞાન પણ નહિ એટલું સ્વીકાર્યા પછી ધાર્મિકતામાં નીતિતત્પરતા સિવાય બીજું શું શેષ રહે છે? જે કંઈ શેષ રહેતું હોય તે તેનું નામ ધમઘેલછા કે ભોળપણ છે એમ કાઈ કહે છે તે કબૂલ કરવું કે કેમ? લેખકના અભિપ્રાય પ્રમાણે ધાર્મિકતા એ નીતિ પ્રયતાથી ભિન્ન, વ્યાપક અને ઉચ્ચ સ્થાને છે. ઉચ્ચ સ્થાને કેવી રીતે છે તે ક્રમે ક્રમે સમજાશે.
કઈ પણ બાબતમાં અસંદિગ્ધ અને સરળ ઉત્તરની ઈચ્છા હોય તો પ્રશ્ન તદ્દન અંસદિગ્ધ અને સરળ થ જોઈએ. પ્રશ્નમાં ગૂંચવાડે કે સંદિગ્ધતા રહે તે ઉત્તરમાં પણ એ ગુણ આવે એ સ્વાભાવિક છે. માટે ધાર્મિકતા અને કેવળ નીતિનિકા એ ઉભયમાં જણાઈ આવતા ત્રણ પ્રકારનું ટૂંકામાં વર્ણન કરી તેમાંના કયા પ્રકાર વિષે આપણે ચર્ચા કરવાની છે તે સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. ધાર્મિકતા જેમ (૧) તામસ અથવા દાંભિક, (૨) રાજસ અથવા અર્ધદગ્ધ અને (૩) સાત્ત્વિક અથવા શુદ્ધ તથા પૂર્ણતા પામેલી હોય છે, તેવી જ રીતે નીતિનિષ્ઠાની પણ ત્રણ અવસ્થા કલ્પી શકાશે. કેટલાક દંભ અથવા લોકેષણાથી નીતિમાન હોય છે, કેટલાકને પાપ પ્રિય હોય છે પણ તે રાજદંડ કે કદૂષણથી કિંવા નૈસર્ગિક શાસનના ભયથી નીતિબંધન પાળે. છે. આવાઓની નીતિમત્તા તામસ છે. કેટલાકની ખરેખર પાપ કરવાની ઈચ્છા હતી નથી, પણ પાપ કરવાની શક્તિયે તેમનામાં હેતી નથી. આમ પાપ કરવાની શક્તિ નથી તેથી પાપ કરવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org