________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા હેય તે પણ ધર્મ અને નીતિનું અંતર્મુખ દષ્ટિથી – માનસશાસ્ત્રની ભૂમિકા પર ઊભા રહી – નિરીક્ષણ કરતાં બાહ્ય આચારનું મહત્ત્વ ઘણું ઘટી જાય છે. કેટલાક વળી કહેશે કે, ધર્મનું વૈશિષ્ટય ધાર્મિક કૃત્યમાં નહિ પણ ધર્મવિષયક જ્ઞાનમાં છે, એમ કહે; પરંતુ તેમાં પણ વિશેષ અર્થ નથી. કારણ સ્પષ્ટ છે. તુકારામને ખ્રિસ્તી કે મુસલમાન ધર્મનું જ્ઞાન ન હતું; તેમણે બાઈબલ કે કુરાન વાંચેલું નહતું; પૃથ્વીતલ પર અનેક જંગલી જાતિના જે અનેક ધર્મ છે તેમનાં નામ પણ તેમના જાણવામાં નહિ હોય; ક્ષણભર માનો કે વેદાંતાદિ શાસ્ત્રોનો તેમણે અભ્યાસ કર્યો નહિ હોય; પરંતુ તેથી કંઈ તે પૂર્ણ અજ્ઞાની હતા અથવા તેમની વૃત્તિ ધર્મપરાયણ ન હતી એમ આપણે કહેતા નથી. ઊલટું, હાલન કઈ પ્રોફેસર સર્વ ધર્મને ઇતિહાસ જાણતા હશે, તેમાં મતમતાન્તર કેમ, ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયા છે, ભિન્ન પંથની પ્રથા કેવી છે, પાંચે ખંડના જંગલીઓની ધર્મકલ્પના કેટલી વિવિધ, વિલક્ષણ અને વિસંગત છે – એ સ્પેન્સર જેવા શોધકના પુસ્તકમાં તે જોઈ ગયે હશે; પણ તેટલા પરથી જ એ પંડિતને કેાઈ ધર્મપરાયણ કહી શકતો નથી. ધર્મ, ઇતિહાસ, ધર્મને ભિન્ન મતાન્તર વગેરેનું જ્ઞાન ધર્મિકતાને પોષનાર નથી એમ પ્રથમ તે લાગે છે. કારણ તેથી માણસનું મન પિતાના ધર્મના એકાન્ત સત્યપણું વિષે, સર્વાગ પરિપૂર્ણતા વિષે, ઈશ્વર–પ્રણીતતા વિષે સંશયી થવા લાગે છે અને અજ્ઞાનાવસ્થાનાં નિશ્ચય તથા શ્રદ્ધાથી તે વિમુખ બને છે. પણ ઉક્ત જ્ઞાન ધાર્મિક્તાને પોષનારું છે એમ ઘડીભર માની લઈએ પણ તે આવશ્યક છે એમ તે નથી જ. બધાય ધર્મસંસ્થાપક પ્રગભ વિદ્વાન હતા એવું કંઈ નથી. સર્વ જ સાધુસંત વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ રચી શકતા હતા, કિંવા કીર્તન કરી શકતા હતા કે વ્યાખ્યાન આપી શકતા હતા એમ કંઈ નથી. ધર્મજ્ઞાન કંઈ ધાર્મિકતાનું મુખ્ય અંગ જ છે એમ નથી. જ્ઞાનાક્ષઃ એ તત્ત્વ જો કે ખરું હશે, તે પણ મેક્ષ આપનારું જ્ઞાન અને પુસ્તક દ્વારા મેળવેલું ધર્મના ઈતિહાસ વગેરે વિષેનું જ્ઞાન એ અત્યંત ભિન્ન છે. મેક્ષપ્રદ શાન કેવળ બુદ્ધિએ જ ગ્રહણ કરેલું હોતું નથી; તે હૃદયને ચેલું હોય છે. તે કોઈ પણ ગ્રંથ પરથી ઉપલબ્ધ થતું નથી પણ આત્મસંયમન, સદાચાર, સતસંગતિ વગેરેના યોગથી શરીર, મન અને બુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org