________________
ઇ
નીતિશાસ્ત્ર પ્રવેશ રહેતું હોય, તે તેનું જીવન દોષયુક્ત નહિ હોય તો પણ વિકલાંગ તે છે જ. કોઈ એક માણસ પ્રમાણિક છે, દેશાભિમાની છે, પપકારી છે, નીતિની દષ્ટિએ માણસમાં જેટલા ગુણ હોવા જોઈએ તેટલા તેનામાં છે એમ જેકે કહીએ, પણ તેમાં ધાર્મિક વૃત્તિને અંતર્ભાવ નહિ હોવાથી તેના જીવનમાં એક મોટી ઊણપ છે એમ આ લેખકે જણાવ્યું છે, પણ ધાર્મિક વૃત્તિનું લક્ષણ વ્યક્ત કરવાનું બાકી રહ્યું છે. તમે પૂછશે કે ધાર્મિક વૃત્તિ એટલે શું? પ્રશ્ન બરાબર છે. કારણ, પ્રમાણિકતા, સરળતા, સ્વદેશપ્રીતિ, નિરાભિમાનતા, અમાત્સર્ય, વગેરે નૈતિક ગુણ માણસમાં એકત્ર થતા હોય છતાં તેમાં ઊણપ છે એમ કહેવું એ મેટું સાહસ છે. ધર્મપરાયણતા શબ્દ ઠીક છે, પણ ધર્મપરાયણતા પ્રાપ્ત થયા પછી બીજું તે શું કરવાનું છે? ધર્મ પણ લોકોને એ જ કહેવાનો કે, સત્ય બોલો, ચેરી ન કરે, દેશાભિમાન રાખે, પીડિતને પોતાના ગણો અને તેમની આપત્તિ યથાશક્તિ દૂર કરવા પ્રયત્ન કરો વગેરે વગેરે ! ધર્મ વળી બીજું શું કરવાનું કહેવાને? એ સર્વ ઉપચાર તરીકે નહિ, જનલજજાથી નહિ, લેકૈવણથી નહિ, પણ અંતઃકરણપૂર્વક કરો એમ ધર્મ કહેશે; પણ નીતિ તેમજ કહે છે; તે પછી ધર્મમાં વિશેષતા શી છે? ધર્મ અને નીતિ માનસશાસ્ત્રની દૃષ્ટિએ તો એક જ છે ને ? શબ્દભિન્નત્વને લીધે ધર્મ નીતિ કરતાં અધિક વ્યાપક જણાય છે. પણ નીતિના સદાચારાત્મક ક્ષેત્રને બાજુએ મૂકતાં પણ અધિક વ્યાપક ગણાયેલા ધર્મના ક્ષેત્રમાં પૂજનીય એવું શું દષ્ટિએ પડે છે તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી અને તેથી જ કેટલાક કહે છે કે, ધર્મમાં નીતિ સિવાય જે કંઈ હોય તે મોટે ભાગે ધતિંગ સમજવું.
કેટલાક કહેશે કે, ધાર્મિક આચારપાલન એ ધાર્મિકતાનું વિશિષ્ટ લક્ષણ છે. પણ મારા પ્રથમ ધર્મ એ તત્ત્વ જ ખરું
* આ લેખમાં જે ઊહાપોહ કરવામાં આવ્યું છે તે ઘણે અંશે અંતમુખ દષ્ટિએ કરેલ છે અને ધર્મ તથા નીતિ એ શબ્દ કેટલીક વાર ધાર્મિકવૃત્તિ અને નીતિપરાયણતા એ અર્થમાં વાપરવામાં આવ્યા છે એમ સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવ્યું જ હશે. એમ કરવાનું કારણ એટલું જ છે કે, આ વિષય તરફ લોકોને આકર્ષવાની દષ્ટિએ તે સુગમતાભર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org