________________
૩૦
નીતિશાસ્ત્ર પ્રવેશ પરથી ધર્મપરાયણતાનાં તત્ત્વ સમજાતાં નથી. ધાર્મિકતા કહે કે નીતિમત્તા કહે, વ્યવહારમાં બાહ્ય આચાર પરથી જ તેને નિર્ણય કરવો પડે છે; તથાપિ તેનાં તત્ત્વ આંતર-હૃદયસ્થ છે એ ભૂલી જવું જોઈએ નહિ.
કાયદો અને ધર્મ આપણે પ્રશ્ન એ છે કે, ધર્મપરાયણતાનાં તત્ત્વ શાં અને તે નીતિપરાયણતાથી કઈ બાબતમાં ભિન્ન છે. આ પ્રશ્નને આ પ્રકરણમાં હૃદયમાંની વૃત્તિની દષ્ટિએ જ વિચાર કરવાને છે; પરંતુ એ વિચાર કરતા પહેલાં એક બે બાબતમાં ખુલાસો કરવાની જરૂર છે. ધાર્મિક વૃત્તિનો માણસ સ્નાન સંધ્યા કરે છે અને ધર્મ પ્રતિ ઉદાસીન રહેલે કર્તવ્યનિષ્ઠ માણસ એ સંબંધમાં તાદશ તત્પરતા બતાવતે નથી, એ વ્યવહારિક ભેદ જેમ આપણે થોડી વાર બાજુએ મૂક્યો હતો, તેમ જ ધર્મ અને નીતિ વચ્ચે કાયદાની દષ્ટિએ જણાઈ આવનાર ભેદ આપણે અહીં ગૌણુ સ્થાને સમજે જોઈએ. કાયદાની દષ્ટિએ હિંદુધર્મની કિંવા બીજા કોઈ પણ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કોઈ પણ સ્થાને નજરે પડતી નથી; તોપણ આ સંબંધમાં બે ત્રણ વાતે કાયદાએ નિર્વિવાદ ઠરાવેલી છે. કાયદાઓને ધર્મ નીતિ તરફ બહુ જ નથી. જે તે ધર્મમાં જે કંઈ સંસ્કાર કહેલા છે, તે સંસ્કારનો તે ધર્મના ઉપાધ્યાય દ્વારા જેમ તેમ સંસ્કાર થાય અને તે ધર્મમાં નિષિદ્ધ ગણાયેલી કેટલીક વિશિષ્ટ વાત તે ન કરે તે કાયદાને તેટલું બસ થઈ શકે છે. હું નાસ્તિક હોઉં અને નાસ્તિકતાના ભાષણલેખનાદિ દ્વારા પુરસ્કાર કરું તે પણ કાયદાની દષ્ટિએ હું ધર્મચુત થતા નથી. હું વ્યભિચાર કરું તે પણ ચુત થતું નથી-(કાયદાની દષ્ટિએ જ.) પણ જે હું પરજાતીય સ્ત્રી સાથે લગ્ન કરું તો પછી માત્ર મારું હિંદુત્વ કાયદાની દષ્ટિએ નષ્ટ થાય છે. પ્રત્યેક ધર્મની એ સ્થિતિ છે. ખ્રિસ્તી માણસને બાટીઝમને સંસ્કાર થાય છે તે પછી તે જિંદગી સુધી ખ્રિરતી રહે છે – પછી તે ચેરી, વ્યભિચાર, ખૂન કરે તે પણ હરકત નહિ. જીસસક્રાઈસ્ટ નામની વ્યક્તિ આ દુનિયામાં કરી હતી કે કેમ એ વિષે જે તે ખુલી રીતે શંકા કરે તે પણ કાયદાની દષ્ટિએ તે બ્રરતી જ છે. પ્રત્યેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org