________________
નીતિશાસ્ત્રપ્રવેશ પણ જે દેવ કે શાસ્ત્ર સદાચારને ઉપદેશ કરે, તે દેવ કે શાસ્ત્ર જ ઉત્તમ છે, અન્ય વ્યર્થ છે.
ધર્મ અને નીતિનું આ પરસ્પરાવલંબિત્ત, આ ગૂંથણી બીજી રીતે વ્યક્ત કરતાં કહેવાશે કે, ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરનાર જે પ્રમાણો કહેવામાં આવે છે, તેમાં નીતિવિષયક આકાંક્ષાનું પ્રમાણ સર્વથી બલવાન જણાય છે. નેશ્વર નાત: કાળમુઘવતે વૈષનૈવ સંશાત્ – આ પૂર્વપક્ષમાં એવું પ્રતિપાદન કરેલું છે કે, જગતમાં પુષ્કળ વિષમતા, નિર્દયતા વગેરે દેવ દેખાતા હેવાથી ઈશ્વરે આવું દેષિત જગત નિર્માણ કર્યું છે એમ કહેવું બરાબર નથી. ઈશ્વર જે એવા જગતને જનક હોય તો તેને અન્યાયી અને ક્રૂર કહેવો પડશે. નાસ્તિકની આ કોટીને શંકરાચાર્ય પૂર્વસંચિતાદિ તત્તને આધારે ઉત્તર આપે છે. એ ઉત્તર સર્વાગ સમર્પક છે કે નહિ એ પ્રશ્ન અહીં પ્રસ્તુત નથી. નાસ્તિકની શંકા પરથી અને આચાર્યના ઉત્તર પરથી એટલું માત્ર નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે કે, ઈશ્વર જે અનીતિમાન હશે તે સુસંસ્કૃત માણસ તે ઈશ્વરની પૂજા કરવા તૈયાર થશે નહિ. ધમપ્રવર્તક કે ધર્મોપદેશક ઈશ્વર છે એટલું સિદ્ધ કરી છૂટી શકતે. નથી; તે નીતિમાન છે એવું પણ તેણે સિદ્ધ કરવું જોઈએ. નહિ તો તે ધર્મને સુસંસ્કૃત માણસે બિલકુલ સ્વીકારશે નહિ. તેની મહત્તા તેમને લાગશે નહિ. આથી નાસ્તિકેની હમેશ એવી એક કેટી હોય છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ માનીએ તે તે દુષ્ટ અને અન્યાયી છે એમ માનવું પડશે.” આના સંબંધમાં કેટલાક આસ્તિક કહે છે કે, જે ઈશ્વરને માનવામાં નહિ આવે તે નીતિ નિરાધાર અને પાંગળી બનશે! આ જગતમાં સજ્જનને નાહક દુઃખ ભોગવવું પડે છે અને દુર્જનને મઝા મારવાની મળે છે, માટે જ પરલોકનું અસ્તિત્વ કપીને સંતોષ માનવો પડે છે. આ લેકમાં નહિ તે પરલેકમાં ઈશ્વર આપણને ન્યાય આપશે, આપણા શ્રમ, પ્રેમ અને સ્વાર્થ ત્યાગને આદર કરશે એ આશાને આધાર ન હોત, તે લોકની નીતિમત્તા કંપી ઊઠી હોત !
અત્યાર સુધીમાં આપણે નીતિ અને ધર્મ એ બે શબ્દનો સાધારણ અર્થ જાણી શક્યા છીએ અને એ બે શબ્દોએ દર્શાવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org