SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ ધર્મ અને નીતિ કેટલાયે ચમત્કારોથી ભરેલું છે! અખિલ વિશ્વરૂપે વ્યક્ત સ્વરૂપ પામેલા ઈશ્વર તરફ આશ્ચર્યની દૃષ્ટિએ જેનાર જંગલી અવસ્થાના જ હોય છે એવું કંઈ નથી. એમનું અસ્તિત્વ સર્વ કાળે અને સર્વત્ર હોય છે. ભગવદ્ગીતામાં – आश्चर्यवत्पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवत्कश्चिदेन शृणोति श्रुत्वाऽप्येनं वेद न चैव कश्चित् ॥ એમ કહ્યું છે તેનું વાચકને અહીં સ્મરણ થશે. આ આશ્ચર્યવત' જોવાની, સાંભળવાની અને બોલવાની દૃષ્ટિ જલદી જિજ્ઞાસામાં રૂપાંતર પામે છે; અને એ જિજ્ઞાસા જ તત્ત્વજ્ઞાન તથા અન્ય સર્વશાસ્ત્રની જનની છે. ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલે કહ્યું “All philosophy begins in wondering how things can be as they are, and ends in wondering how things can be otherwise than they are.” એટલે, “જગત આવું કેમ ?” એ આશ્ચર્યયુક્ત પ્રશ્નમાં તત્વજ્ઞાનને આરંભ થાય છે અને “જગત છે તેથી ભિન્ન હોવું શક્ય છે કે ?” એ આશ્ચર્યયુક્ત પ્રશ્નમાં તેનો અંત આવે છે. વેદાંતની ભાષામાં આ અર્થ કહીએ તો, જીવાત્મા પ્રથમ પરમાત્માને ઓળખી શકતા નથી અને એ મહાત્મક દૈતમાંથી – એ દ્વતને લીધે જ – તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થઈ છેવટે અદ્વૈતપ્રતીતિ થશે • ત્યારે થયેલા દ્વતાભાસ માટે તેને આશ્ચર્ય થશે; એટલું જ નહિ પણ દૈત” શબ્દ જ તેને નિરર્થક લાગશે ! જ્ઞાનની પરમાવધિઓ પહોંચેલા “ચતતામપિ સિદ્ધાનાં શ્વિમાં વૈત્તિ તરવત: વચનમાં કહ્યા પ્રમાણે છે કે ઘણા જ થોડા હશે; પણ માણસમાત્રને પ્રથમની આશ્ચર્યવૃત્તિનો ઊભરો ઉતર્યા પછી કંઈને કંઈ તત્વનિશ્ચય કરે જ પડે છે. આ વિધાન વર્તન અને જીવન સાથે અત્યંત નિકટને સંબંધ ધરાવતા હોય તેવા મહત્વના અને જીવંત પ્રશ્ન માટે જ છે. એ તો સ્પષ્ટ જ છે કે, આકાશમાં તારા કેટલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy