________________
૧૫ર
નીતિશાસ્ત્રપ્રવેશ અને એમાં પણ સંશય નથી કે, એ કેશમાં આ તત્ત્વજ્ઞાનના પ્રતિશબ્દ તરીકે “ધર્મ' શબ્દ જ મળી આવશે.
આ દષ્ટિએ જોતાં પ્રત્યેકને ધર્મ તેની પિતાની પરિસ્થિતિ, પ્રકૃતિ સ્વભાવ, બુદ્ધિસામર્થ્ય અને આધ્યાત્મિક “અધિકાર' ને અનુરૂપ હોય છે; એ સિદ્ધાંત કોઈને પણ માન્ય થવા જેવો છે. અમુક હિંદુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ કે મુસલમાન; એ વિષે ભાષા, રૂઢિ, વ્યવહાર, શાસ્ત્ર અને કાયદાની દષ્ટિએ જે કરવાનું હોય તે ઠરે. આપણે એ પ્રશ્ન જ નથી. તે જ પ્રમાણે બ્રાહ્મણત્વ જન્મ પરથી કરે છે કે ગુણકર્મ પરથી, અથવા જઈ લગ્ન વગેરે વિશિષ્ટ સંસ્કાર તેને વિશિષ્ટ પ્રકારે થયા છે કે નહિ એ ઉપરથી ઠરે છે કે વેદપ્રમાણથી ઠરે છે, એ પ્રશ્નને નિર્ણય પણ વિદ્વાન જોઈએ તે રીતે કરે. આવા પ્રશ્ન ઓછા મહત્ત્વના છે એમ હું કહેતે નથી; આ લેખમાં જેને વિચાર કરવાની યોજના છે તે પ્રશ્ન વિશિષ્ટ ધર્મનાં સ્વરૂપ કિવા લક્ષણે ક્યાં અને તે કેવી રીતે કરાવવાં એ નથી; પણ ધર્મ વસ્તુ શું છે, તેનું મૂળ શું છે, તેનું સ્વરૂપ શું છે અને તે કેવી રીતે બદલાય છે એ છે. આ પ્રશ્નોનો પણ ભાષા, વ્યવહાર, રૂઢિ, શાસ્ત્ર કે કાયદાની દષ્ટિએ હાલ વિચાર કરવાનો નથી પણ હૃદયના તત્ત્વની દૃષ્ટિએ કરવાનો છે. આ તત્વ માટે ઇતિહાસાદિ બાહ્ય સાધનની સહાય લેવાની છે, પણ અંતર્મુખ અવલોકન, મનન અને અનુભવ ઉપર જ વિશેષ આધાર રાખવાનો છે અને આ લેખમાં એ જ માર્ગનું અવલંબન રાખવાની આવશ્યકતા છે.
માણસ જગત તરફ જે દષ્ટિએ જુએ છે તે પરથી તેના ધર્મનું સ્વરૂપ ઠરે છે એમ કહી ગયા છીએ. હવે કંઈક વિસ્તારથી તેનો વિચાર કરવાને તથા ધર્મની આઘાવસ્થા કેવી હોવી જોઈએ અને તેમાં શા માટે કેવી રીતે ફેરફાર થતો ગયો તથા આધુનિક વિચારી માણસને ધર્મ વિકાસની કઈ પાયરી પર છે તે સ્વબુદ્ધિ અનુસાર દર્શાવવાનો પ્રયત્ન કરવાને હરકત નથી.
માણસ જંગલી સમાજમાં છે કે સુસંસ્કૃત સમાજમાં હો; તે જે પિતાના મસ્તકને ઉપયોગ કરવા લાગશે તો જગત તરફ જોઈને તેનું મન આશ્ચર્યચકિત થયા વિના રહેશે નહિ. જગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org