________________
નીતિશાસ્ત્રપ્રવેશ
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।
'
આ વચન એ જ તત્ત્વ નથી શીખવતું ? જીવાત્માને પરમાભાનું જેવું સ્વરૂપ દેખાય છે તથા જે રીતે તે પૂજ્ય લાગે છે તેવું સ્વરૂપ તેના ધર્મનું હાય છે. અહી`ધા અર્થે બાહ્ય અથવા બહિર્મુ`ખ દૃષ્ટિએ કરેલા નથી. અંતમુ ખ દૃષ્ટિએ કર્યો છે એ ધ્યાનમાં રાખવું. પરમાત્મા એટલે સ` જગતને અંતર્યામી એવા આત્મા. એક શબ્દમાં કહીએ તે! ‘જગદાત્મા,’આવા કાઈ ‘ આત્મા કે નહિ અને હાય ! તેનું સ્વરૂપ કેવું છે એ પ્રશ્નના ઉત્તર પરથી પ્રત્યેકના ધર્મોના નિર્ણય થાય છે. જગત એ શું છે, પાતે આવ્યે ક્યાંથી, જશે ક્યાં, અહીંનું કાય શું, જગતમાં સત્ય-અસત્ય, સત્—અસત્, કુરૂપ–સુરૂપ વગેરે જે ભેદ છે તેમાં કાંઈ નિત્ય સત્ય છે કે વ્યક્તિ તેટલી પ્રકૃતિ ' ન્યાયે વ્યક્તિભેદથી ભિન્ન થનાર તથા અનિત્ય એવા ભેદ છે; આ અને એવા પ્રશ્નના ઉત્તર એટલે આત્મજ્ઞાન; અને એને જ ધર્મજ્ઞાન તથા તત્ત્વજ્ઞાન એવાં નામ મળેલાં છે. માણસ આ પ્રશ્નના ઉત્તર જે પ્રમાણે આપે છે, તે પ્રમાણે તેને ધર્મો, દેવ, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન ભિન્ન અને છે. ‘અધ્યાત્મશાસ્ત્ર’, ‘ધર્મમીમાંસા', ‘તત્ત્વજ્ઞાન’' વગેરે મેટાં મોટાં નામથી ડરી જઈ ને કાઈ કહેશે કે, સામાન્ય માણસને અધ્યાત્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વગેરેને અણુમાત્ર પણ ખ્યાલ હેતે નથી અને તમે તેા પ્રથમથી માની લે છે કે, પ્રત્યેક માણસે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનના પ્રશ્નને ઉકેલ મેળવી લીધેલા છે, એ કેવું ? ” આના ટૂંકા ઉત્તર એ છે કે, ખરેખર પ્રત્યેકે ઉકેલ મેળવી લીધેલેા હોય છે. અલબત, જેણે તેણે પાતપેાતાની રીતે જ. આ પ્રશ્નને ઉત્તર આપવાનું કામ પેાતાની શક્તિ બહારનું ગણીને કેટલાક એને બાજુએ રાખે છે એમ દેખાય છે ખરું; તે જ પ્રમાણે કેટલાક સુશિક્ષિત લેાક એ પ્રશ્ન માનવબુદ્ધિને માટે અજ્ઞેય' છે એમ કહીને તેને કાયમને ફડચા લાવતા જણાય છે એ પણ ખરું; પરં તુ સહેજ ઊંડી દૃષ્ટિએ વિચાર કરતાં સમજાશે કે એ સલેાકાનું પેાતાનું એવું કંઈ પણ તત્ત્વજ્ઞાન હોય છે જ. ‘અજ્ઞેયવાદ' સુધ્ધાં તત્ત્વજ્ઞાનનું એક દર્શન જ છે. સામાન્ય માણસે તાત્ત્વિક અને આધ્યાત્મિક પ્રશ્નને મેાટા હાઉ માની લઈ તેના આગળ
નમ્રતા
૧૫૦
Jain Education International
66
For Personal & Private Use Only
છે
www.jainelibrary.org