________________
૫૪૮
નીતિશાસ્ત્ર પ્રવેશ નથી. તેને પરલોક અને ભૂતભવિષ્યકાળને પણ વિચાર કરે પડે છે. વળી પિતાની સંકુચિત બુદ્ધિ જગતની સર્વ જના સારી રીતે સમજી ચૂકી છે અને તેનું (પરમશક્તિનું) કાર્ય અન્યાયી તથા અનુચિત જ છે એમ હૃદય પર હાથ રાખી બેધડક કહેવું, એ ડહાપણભર્યું નથી એવો પણ વિચાર કરીને અન્યાયી, વિષમ, નિષ્ફર અને અનુચિત દાખલા જોઈને દુઃખી દુઃખી થઈ ગયેલું મન જેમતેમ પિતાનું સમાધાન કરી લે છે. સામાન્ય માણસને માટે કેટલાક વિચાર જ અસહ્ય હોય છે; એમને જ એક “જગતને કોઈ નિયંતા નથી કિંવા તે હેય તે તેને માટે પાપપુણ્ય વગેરેને વિધિનિષેધ નથી ” એ વિચાર છે. એમાં કંઈ જ શંકા નથી કે, નૈતિક સમાધાન માટે ઈશ્વરનું અસ્તિત્વ માનવાની પદ્ધતિ સાર્વત્રિક અને પ્રબળ છે. ખ્રિસ્તી કે હિંદુધર્મનાં તાર્કિક તત્વ તે ધર્મની ગરીબ બિચારી સ્ત્રીઓની જાણમાં પણ નહિ હોય. પરંતુ મૃત્યુ પામેલે પુત્ર, બંધુ કે પતિ પરલોકમાં મળશે, આ લોકના દુઃખનું નિવારણ પ્રભુ પરલોકમાં કરશે, લેકે ફિટકાર કરશે પણ ગરીબ અને સજજનની વહારે ચઢનાર પરમેશ્વર પિતાને દૂર નહિ રાખે, વગેરે ભાવને આ ધર્મોએ ઉત્પન્ન કરી છે તથા પિવી છે અને કોઈ પણ કબૂલ કરશે કે એ ધર્મો લોકપ્રિય થવાનું એ એક કારણ છે. નીતિ, તર્ક કિંવા રસિકતાની દષ્ટિએ જગત અપૂર્ણતા, વિસંગતિ અને ફૂટ પ્રશ્નોથી ભરેલું જણાય છે; પરંતુ માણસના મનનું સમાધાન પૂર્ણત્વ સિવાય થતું નથી તેથી પિતાને જે અપૂર્ણત્વ જણાય છે તે ઉચ્ચતર દૃષ્ટિએ પૂર્ણત્વનું જ એક આવશ્યક અંગ હોવાને સંભવ છે તથા પિતાનું જ્ઞાન અતિ સંકુચિત છે, પિતે અલ્પજ્ઞ છે, એ વિચાર તેના મનમાં ઉત્પન્ન થાય છે અને તે તેને પ્રિય લાગે છે. તેને લાગે છે કે, મનને સાંત્વન આપનાર એ વિચારને હૃદય સરસો ચાંપી રાખો. ઈશ્વર એટલે બીજે ત્રીજો કઈ નહિ; પણ આ પ્રવૃત્તિથી જન્મ પામેલે એક વિચાર છે: ઈશ્વર એટલે માનવી મનથી ઉકેલ નહિ પામતા સર્વ પ્રકારના કૂટ પ્રશ્નોનો એક સહેલો કલ્પિત ઉત્તર ! ભક્તિભાવથી ઈશ્વરનું નામ લેવામાં આવે છે એટલે સર્વ કોકડાં ઊકલી જાય છે તથા સર્વ વિસંગતિ સુસંગતિરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org