________________
નીતિશાસ્ત્રપ્રવેશ Politics એટલે રાજનીતિશાસ્ત્ર કહે છે તેને પણ અંતર્ભાવ થાય છે, આપણે જેને નીતિશાસ્ત્ર (Ethics) કહ્યું છે તેનો પણ થાય છે, વ્યવહાર એટલે કાયદાને પણ થાય છે અને અન્ય પ્રકીર્ણ શાસ્ત્રોને પણ તેમાં વિચાર થયેલો જણાય છે.
વિશિષ્ટ આચાર, સંસ્કાર, વિધિ અને બંધનો વિશિષ્ટ ધર્મ સાથે એટલાં સંલગ્ન થયેલાં છે કે, તે પરથી જ વ્યવહારમાં પણ તે ધર્મનાં લક્ષણ ઠરાવવામાં આવે છે. એ આચાર જે શ્રદ્ધાપૂર્વક પાળે છે તે ધાર્મિક વૃત્તિને છે અને જે નથી પાળતા તે ધાર્મિક વૃત્તિનો નથી એમ આપણે માનીએ છીએ. એ આચારમાંના કયા મુખ્ય તથા આવશ્યક છે અને કયા ગૌણ તથા વૈકલ્પિક છે, તેવી જ રીતે તેમની નીતિ સાથે શું સંબંધ છે તે ઠરાવવાનું કઠિન છે; પરંતુ એટલું કહી શકાશે કે, એક આચાર તે ધર્મને સાધારણ જનસમૂહને અનીતિને લાગવા માંડે છે તે પછી તે ધર્મને આવશ્યક અંગ તરીકે રહેતો નથી; તે પ્રમાણે જ જે આચાર પૂર્વે ધર્મવિરુદ્ધ મનાતું હતું તેમાં નીતિની દષ્ટિએ વિશેષ ગહ્યું એવું કંઈ નથી એમ લાગે છે, એટલે તેનું ધર્મબાહ્યત્વ નષ્ટ થાય છે અથવા થવા લાગે છે. દાખલા તરીકે, ખ્રિસ્તીઓ પહેલાં માનતા હતા કે, ધર્મોપદેશકે લગ્ન કરવું યોગ્ય નથી; પણ તેઓ લગ્ન કરે તેમાં કંઈ પાપ નથી એમ લાગ્યું ત્યાર પછી પાદરીઓના લગ્નને ધર્મવિરુદ્ધ નહિ માનનાર એક ખ્રિસ્તી પંથ નીકળે. આપણે ત્યાં વિધવાનાં પુનર્લગ્નને વાજબીપણું આપવા ઈચ્છનાર સામાન્ય રીતે અધાર્મિક ગણાય છે; પુનર્વિવાહ, પ્રતિબંધ, નિવારકની વૃત્તિ ધાર્મિક છે એમ કહેનાર ઉપહાસને પાત્ર બને છે; તેનું કારણ એ જ છે કે, ઉચ્ચ વર્ગના જનસમૂહની માન્યતા એવી છે કે, વિધવાલગ્ન એ અનીતિમાન છે. આ માન્યતા જે વખતે પલટ ખાશે, તે વખતે વિધવાવિવાહ કરનારે માણસ ધાર્મિક વૃત્તિને છે એ શબ્દ કર્ણકટુ લાગશે નહિ. નીતિકલ્પના અને ધર્મને સંબંધ સ્પષ્ટ કરવા માટે બીજું એક મનોરંજક દૃષ્ટાંત જોઈશું. દારૂ પી એ એક વખત ખ્રિસ્તી ધર્મનું આવશ્યક અંગ બનેલું હતું. વિશિષ્ટ સંસ્કાર પામેલા દારૂને ખ્રિસ્તના રક્તનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે અને એ દારૂ પીધા પછી ખ્રિસ્તનું અને આપણું તાદામ્ય બની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org