________________
૫૪૪
નીતિશાસ્ત્રપ્રવેશ વિલક્ષણ, અકલ્પિત અને અકારણુ લાગે તેવી કેટલીયે વાતો જંગલી જનોની નજરે પણ આવતી હોવી જોઈએ. ઠીક, આ આક્ષેપ બાજુએ રાખીએ અને “સર્વ વાતને કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ; માટે જગતનું પણ એક આદિ કારણ છે” એવું અનુમાન સર્વ લેક કરે છે કિંવા કરી શકે છે એ વાત ગૃહિત ગણીએ તે બીજો એક આક્ષેપ ખડે થઈ જાય છે કે, એ આદિકારણનું કંઈ કારણ ન હોવું જોઈએ કે ? અને વળી તે આદિકારણના કારણનું કારણ ન હોવું જોઈએ કે? આ પ્રશ્ન કરવાથી અનવસ્થા પ્રસંગ આવે છે એ વાત કબૂલ; પણ વ્યવહારમાં એવો અનવસ્થાને વખત આવતાં આપણે જેમ આંખ મીંચી સ્વસ્થ બેસી રહેતા નથી, પણ સુવ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન કરીએ છીએ. તેમજ તાર્કિક ઊહાપોહમાં પણ “અનવસ્થા'ના નામથી ડરી નહિ જતાં યોગ્ય પ્રશ્ન તથા ઊલટપાલટ તપાસણી કરીને પ્રત્યેક મતનું પરીક્ષણ કરવું જોઈએ.
ઉપરની ઉપપત્તિની બીજી એક બહેન છે; અને તેણે આધુનિક કાળના ઘણા ભૌતિકશાસ્ત્રોને મોહિત કર્યા છે. આપણે ત્યાં ઘટપટાદિની ખટપટ કરનારાઓના મુખે “ઘટ છે માટે ઘટકર્તા હોવો જ જોઈએ' એ ન્યાયના બળ પર વિશ્વરૂપી વિશાળ ઘટનો કોઈ પણ કર્તા હેવો જ જોઈએ એવો સિદ્ધાંત સાંભળવામાં આવે છે. આ સિદ્ધાંત અને ઉપરના સિદ્ધાંતમાં સહજ ફરક છે. એકમાં એવી :વિચારપદ્ધતિ છે કે, કોઈ પણ કાર્ય– પછી તે સાથે તથા સાભિપ્રાય હો કે ન હો – કારણ સિવાય થતું નથી; બીજામાં ઘટ, પટ, ચિત્ર, દેવળ, ઘડિયાળ વગેરે જે વસ્તુમાં કંઈ સુસંગતિ, કંઈ પણ અર્થ કિંવા અભિપ્રાય ગર્ભિત હોવાનું જણાઈ આવે છે, તેવી વસ્તુ વિષે જ વિચાર કરેલ છે. આવી વસ્તુઓ જેમ આપોઆપ નિર્માણ થતી નથી, તેમજ જે જગતમાં સુસંગતિ, સૌંદર્ય, વિવેક, કૌશલ્ય વગેરે આકાશના તારામાં, સુંદર પુષ્પમાં, મધુર ફળમાં, રંગબેરંગી પાંદડામાં તો શું પણ ઘાસની સળી જેવી ક્ષુલ્લક વસ્તુમાં પણ જણાઈ આવે છે, તે જગત આપોઆપ ઉત્પન્ન થયેલું નથી. તેના કર્તાના મનમાં કંઈ પણ હેતુ હોવો જ જોઈએ એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org