________________
ધર્મ અને નીતિ પ્રકારનાં અનુમાન સૃષ્ટિનાં ગૂઢ શોધનાર નિષ્ણાત તથા આધિભૌતિક શાસ્ત્રોના મારા આગળ છેવટ સુધી ટકી શકશે કે કેમ એ કહેવું કઠિન છે. તે પણ એટલું તે નક્કી છે કે, આધિભૌતિક શાસ્ત્રોમાં ભારે શોધખોળ કરી નામાંકિત બનેલા સર એલીવર લજ, સર સીન્સ જૈમસન વગેરે આ વિચારપદ્ધતિની અવગણના કરતા નથી; એટલું જ નહિ પણ તેઓ પિતાનાં શાસ્ત્રની છેલ્લામાં છેલ્લી ધોથી તેને બળવાન બનાવે છે. ઑફેસર લાયબીગ (Liebig ) નામના એક સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રીને કેઈએ પૂછયું કે, “શું તમને એમ લાગે છે કે, મૂલભૂત દ્રવ્યોના કેવળ સાહજિક વ્યાપારને લીધે જ પુષ્પ ઉત્પન્ન થાય છે ?” ત્યારે તેણે કહ્યું, ‘ પુષ્પો વિષે પુસ્તક લખનાર શાસ્ત્રજ્ઞના હસ્તે કેવળ રસાયનિક ક્રિયાથી જ પુસ્તકે લખાઈ જતાં નથી; બુદ્ધિની અપેક્ષા રહે છે. તે જ પ્રમાણે સાદાં પુછે પણ આપોઆપ, કેવળ મૂળભૂત દ્રવ્યોના ગુણોના વ્યાપાર માત્રથી નિર્માણ થઈ શકતાં નથી.” જે કેસરકણની પુષ્પના ગર્ભધારણ માટે આવશ્યક્તા હોય છે, તે લાવી આપનાર ભ્રમર વગેરે તે લતાને મળવાની જરૂર રહે છે. શું એ વ્યવસ્થા આપોઆપ બની જશે કે? વનસ્પતિશાસ્ત્ર પરથી જ જણાય છે કે, પુષ્પનો રંગ કે વાસ અહેતુક નથી. દષ્ટાંત તરીકે મગરે, નિશાગધ, સફેદ કમળ, જાઈ અને જૂઈનાં પુષ્પો રાત્રીના સમયે વિકસે છે અને તેને રંગ સફેદ હોય છે તેનું કારણ એ છે કે, તેમને પુંકેસર લાવી આપનાર કીટક રાત્રે ભ્રમણ કરનારા હોય છે. અને તેઓ પુષ્પ જોઈ શકે તે સારુ તેને એ રંગ હોવો ઉચિત છે. પતંગિયાંના રંગ, પક્ષીઓની ચાંચ, પશુઓના અવયવ વગેરેનું પરિસ્થિતિ સાથે જે સુસંગતત્વ હોય છે તે શું સાભિપ્રાય નથી કે ? જગતમાં જે સુવ્યવસ્થા છે તે શું અહેતુક છે? સૂર્યથી પણ અનેક ગણું મેટા – પ્રચંડ એવા હજારે તેજેગળનો અઢળક કારભાર બિન બુમાટ ચાલી રહ્યો છે તે શું તેની પાછળ કોઈની પણ બુદ્ધિ હાયા વગર ચાલી રહ્યો છે? નાનીશી ખાડીમાં ચાલનારું નાવ તૈયાર કરવું હોય છે તો પણ કેટલાયે વિચાર કરીને તે તૈયાર કરવું પડે છે, ત્યારે અનંતના સમુદ્રમાં લાખો ગોળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org