________________
૫૪૦
નીતિશાસ્ત્રપ્રવેશ નથી. ઠીક, આ વધે છેડી દઈએ તોપણ સ્પેન્સરની ઉક્ત ઉપપત્તિ વિષે બીજો એક એ વાંધો લઈ શકાશે કે, પિશાચમાંથી દેવની ઉત્પત્તિ થઈ હોત તે દેવ કરતાં પિશાચનું મહત્વ વિશેષ હેત. પરંતુ તેવું કંઈ જણાતું નથી. પૂર્વજપૂજન કરતાં પિશાચપૂજનને નિકટનું માનનાર સ્પેન્સરે (નિદાન તેના મતાનુસાર) પૂર્વજનાં પિશાચ પિતાના વંશજ કરતાં વિશેષ માન્ય શા માટે બન્યાં નથી તે દર્શાવી આપવું જોઈએ.
પ્રાથમિક અવસ્થાના જંગલીઓના રીતરિવાજ અને કલ્પના પરથી ધર્મનું મૂળ કે આદ્યસ્વરૂપ ઠરાવવું એ છે કે ભૂલભર્યું નહિ હોય; પણ આદ્યસ્વરૂપ એટલે ખર સ્વરૂપ નહિ એ તત્ત્વ જેમના મનમાં અહર્નિશ જાગૃત નથી હોતું તેમની આ પ્રવૃત્તિથી ભૂલ થવાનો ઘણે સંભવ છે. વડનું સાચું સ્વરૂપ તેના બીજ ઉપરથી કોઈને સમજાશે કે ? કમળનું બી અતિ સૂક્ષ્મ હોઈ તે કાદવમાં ઊગતું હોવાથી વિકસિત કમળપુષ્પની યોગ્યતા એ છી ઠરી શકશે કે? વસ્તુનું ખરું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ નહિ; પણ પૂર્ણાવસ્થા પામેલું સ્વરૂપ. વસ્તુના ઉપાદાનકારણ અને તેના યથાર્થ સ્વરૂપમાં પણ જે ભેદ છે, તે આવા પ્રસંગે ભૂલી જવો એ ઉચિત નથી. કોઈ ઉત્તમ કારીગરે રામ કે વિષ્ણુની આરસપહાણની મૂર્તિ ઘડી હોય તેમાં ઉપાદાનકારણ આરસપહાણ હોય પણ એ કારણનું જ્ઞાન થવાથી મૂર્તિનાં સર્વ કારણ ધ્યાનમાં આવેલાં જ છે એમ માનવું એ ભૂલભર્યું છે. એ મૂર્તિ શા માટે, કઈ ભાવનાથી, કઈ કલ્પના કે વૃત્તિને વ્યક્ત સ્વરૂપ આપવા માટે કેવા હેતુથી ઘડવામાં આવી છે એ જાણનાર તે મૂતિનો મર્મ જેટલો સારી રીતે સમજી શકશે તેટલો તે કેવા પથ્થરની છે, ક્યા કારીગરે ઘડી છે એટલું જ જાણનાર નહિ સમજી શકે તેનાથી ઓછો જ સમજી શકશે એ વિષે શંકા નથી. આ દૃષ્ટિએ જોતાં માનવ મના ક્ષેત્રને ધર્મવૃક્ષનું બીજ ગમે તેટલું અલ્પ કે બેઢબ હશે, તેને મળેલું ખાતર ગમે તેટલું શુદ્ર કલ્પના અને વિકારવાળું હશે, તેને જળ સિંચનાર ગમે તેવા જંગલી હશે; તોપણ જગત આખાને પિતાની છાયામાં રાખી સુપુષ્પ અને સુફળથી આનંદિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org