________________
ધર્મ અને નીતિ
૫૩૯ તે વિશેષ ને વિશેષ રમ્ય જણાતે જાય છે. મહાન વિભૂતિની કીર્તિની પણ એવી જ વાત છે. વૃદ્ધત્વ ખરાબ છે ખરું; પણ વિભૂતિની કીર્તિ જેટલાં અધિક ચોમામાં જુએ છે તેટલી વિશેષ આદરણીય બને છે. ગત પેઢીને ફક્ત “સાર” લાગનાર માણસ આજની પેઢીને “સરસ' લાગે છે અને પછીની પેઢીને “ઉત્તમ” લાગી તે પછી “આદરણીય” તે શું પણ “પૂજય” જ લાગશે. પૂર્વ જેનું, વિશેષ કરીને મોટા ગણાયેલા પૂર્વજોનું પૂજ્યત્વ દિન પ્રતિદિન વધતું જાય છે તથા તેમના દેહના પ્રાણ, જીવ કિવા આત્મા મૃત્યુ પામેલા નથી પણ અહીંતહીં કંઈ પણ વિચરે છે તથા પિતાના તરફ પહેલાં પ્રમાણે જ પ્રેમાળ નજર રાખે છે એવી ભાવનાને પૂજ્યભાવને સાથ મળે છે એટલે પૂજ્યભાવ દતર બને છે અને પછી એ મેટા – મહાન ગણાયેલા પૂર્વજોનાં શબ કિંવા ભૂત “દેવત્વ પામે છે, તેમની કબરો “દેવળ' બને છે અને અંત્યેષ્ટિસંસ્કારને “દેવપૂજન” નામ પ્રાપ્ત થાય છે.
શ્રાદ્ધ કરનાર આપણું હિંદુઓની ધાર્મિક માન્યતામાં પૂર્વજોનું પૂજ્યત્વ ઘણું છે. ચીન જાપાનમાં અહીંના કરતાં પણ વિશેષ છે અને કેટલીક જંગલી જાતિમાં તે તેથીયે અધિક છે. આ વાત વિચારમાં લઈએ છીએ તે સ્પેન્સરની ઉપરોક્ત ધર્મમીમાંસા યથાર્થ લાગે છે. પણ વિચારતે તે ઘણી દેષયુક્ત લાગશે. અનેક ચમત્કારથી ભરેલા આ વિશ્વ પ્રત્યે કૌતુક, આશ્ચર્ય, ભય કિંવા પ્રેમથી જેનાર માણસની બુદ્ધિ કલ્પનાના બળથી અનેક અસ્તિત્વ ઉત્પન્ન કરે છે. આ અસ્તિત્વમાં અથવા ભૂતમાં પૂર્વજના પિશાચને જે કે સમાવેશ થતો હશે તો પણ બુદ્ધિ બીજા અનેક ભૂત નિર્માણ કરી શકે છે એ વાત તરફ સ્પેન્સરનું લક્ષ ગયું નથી. પૂર્વજના પિશાચ કે શબનું પૂજન કેટલાંક સ્થળે પ્રચલિત હશે તેની સાથે એ પણ કહેવાની જરૂર છે કે કેટલાંક સ્થળે તે દૃષ્ટિએ નથી પડતું. વસ્તુમાત્ર પોતાની માફક સજીવ હોવાનું સમજનાર જે જાતિ છે કિંવા હતી તેને ઉપરની ઉપપત્તિ કઈ રીતે લાગુ થઈ શકશે ? દાખલા તરીકે અદના કાળમાં આર્યો ઉષા, અગ્નિ, ઇંદ્ર વગેરે દેવદેવીઓને ભજતા હતા. તેમનામાં તે કાળે પૂર્વજપૂજન કે પિશાચપૂજન ન હતું એ વિષે શંકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org