________________
પ૩૮
નીતિશાસ્ત્રપ્રવેશ છે; પણ તેને બીજા એક તત્ત્વને સાથ આપતાં ચમત્કારિકપણામાં ગેડે ઘટાડો થાય છે. એકાદ જંગલી માણસ કોઈ રખડુ – મામૂલી ડેસાડેસીનાં શબ વિશેષ આસ્થાપૂર્વક સંભાળી રાખવા તૈયાર નહિ હોય; પરંતુ તે કાળમાં વહાલાં માબાપ કે પિતાની જાતિના મુખ્ય નાયક કે કઈ શૂરવીર – દ્ધાના શબને સાચવી રાખવાની ઈચ્છા તેને થઈ હોય તો તેને માટે તેમ બનવું સ્વાભાવિક હતું. મારામારી અને લડાઈઓમાં વિજય મેળવી આપનાર શુરવીરની પુનઃ સહાય મળે તે સારુ શબ આગળ તેને રાજી રાખવાને યત્ન થાય એ તે અજ્ઞાન સ્થિતિમાં ઉચિત જ હતું. તે જ પ્રમાણે જે માતાપિતા, પતિ કિવા પત્નીએ દરેક પ્રકારે પિતાનું હિત કર્યું હોય, પિતાને સુખી રાખે છે અનેક સુખ વિચાર્યા હોય, તેમના શબનું જતન કરવાની તથા તેમને ખાનપાન પહોંચાડવાની ઈચ્છા માણસ ગમે તે જંગલી હોય તે પણ થયા સિવાય ન રહે. અહીં એ જાણી લેવું જોઈએ કે, પ્રેતપૂજન પ્રેમથી જ શરૂ થાય છે એવું કંઈ નથી. ભયથી પણ એ પૂજન શરૂ થાય છે. કેટલાક પ્રવાસીઓએ એવું નક્કી કર્યું છે કે દુષ્ટ કિવા ક્રોધી પતિ ફરી પાછો ઊભો થશે તો પિતાને ઝૂડી નાખશે એ ભયથી પતિના શબ આગળ સ્ત્રી પતિને પ્રિય ખાનપાન ગઠવી રાખે છે. કેટલેક સ્થળે તો પતિના શબ ઉપર મોટા મોટા પથ્થર ગોઠવવામાં આવે છે. હેતુ એ હોય છે કે ફરીથી તે પાછો ઊભો ન થાય અને કાયમની પીડા ટળે ! કેટલાકનો મત એ છે કે, આ રીતે પથ્થર ઉપર પથ્થર ગોઠવાઈને બનેલી કબર જ દેવાલયનાં મૂળ છે. અસ્તુ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, પ્રેમને લીધે કે ભયને લીધે કહે; ગમે તે કારણે કહે; નાયક, વીર વગેરેનાં શબ પૂજ્ય મનાય એ સ્વાભાવિક હતું અને જે કાળે મરણનો અર્થ સ્પષ્ટ રીતે સમજાય નહેાતે તે કાળે એવી વિભૂતિપૂજા અપરિહાર્ય પણ હતી. ગમે તે દેશ અને ગમે તે કાળ હા; નામના મેળવનાર માણસનું મહત્ત્વ તે પછીની પેઢીઓને વિશેષ ને વિશેષ લાગતું જાય છે. હિંસક પશુ, ઝેરી નાગ અને કંટકમય વૃક્ષોથી ગીચ એવા પહાડ પર્વતથી આપણે જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org