________________
૫૨૪
નીતિશાસ્ત્રાપ્રવેશ (૪) પાપમાં પૂર્ણ ડૂબેલા અને પાપ પુણ્યની પરવા નહિ રાખનાર એવા પશુતુલ્ય.
નીતિશાસ્ત્રની પ્રવૃત્તિ પહેલા, બીજા અને ચોથા વર્ગના માનવીઓ માટે નથી. કાર્ય અકાર્ય ઓળખવાને પ્રશ્ન ત્રીજા વર્ગના મુમુક્ષુ જનને જ ખરે મહત્ત્વને લાગે છે. પાપપુણ્યના વિધિનિષેધ નહિ માનનાર નરપશને એ શાસ્ત્ર મહત્ત્વનું લાગવાને કંઈ જ કારણ નથી. જ્ઞાનીને તેની જરૂર નથી; તે જ પ્રમાણે સદ્ગમાં નિઃસીમ શ્રદ્ધા ધરાવનારને પણ નથી. કારણ કે કાર્ય અકાર્ય વિષે સંશય ઉત્પન્ન થતાં બેલતા ચાલતા ગુરુને ત્યજી મૂક શાસ્ત્રનો પલ્લવ તે કદી પકડશે નહિ. રહ્યા હવે અશ્રદ્ધાળુ પણ જિજ્ઞાસુજન. “અશ્રદ્ધાવાની એટલે કોઈ પણ બાબત પર શ્રદ્ધા નહિ રાખનાર એવો અર્થ નથી સમજવાનો. એકાદ વિશિષ્ટ વ્યક્તિપર, કૃતિ પર, સ્મૃતિ પર કે ધર્મગ્રંથ પર અચળ અને નિઃસીમ શ્રદ્ધા નહિ રાખનાર એટલે જ અર્થ લેવાનો છે. લેશમાત્ર શ્રદ્ધા નહિ ધરાવનાર માનવીનું જીવન જ શક્ય નથી. કારણ, સૃષ્ટિનિયમને સાચે માનવો એ પણ અંતે શ્રદ્ધાને જ એક પ્રકાર છે.
અશ્રદ્ધાવાન ધર્મજિજ્ઞાસુને બે કર્તવ્ય વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય ત્યારે નિર્ણય કરવાનું સાધન મળે તે માટે જ કાર્ય અકાય. વ્યવસ્થા-શાસ્ત્રની પ્રવૃત્તિ થયેલી છે. આ દૃષ્ટિએ વિચાર કરતાં ગીતામાં અપૂર્ણતા જણાય છે તે એ કે, કર્તવ્યનિર્ણય કરવા માટે શ્રેયસ્કરત્વની શ્રેણી કરાવવાની કસોટી ગીતામાં નથી.
મારી સમજ એવી છે કે, ગીતામાં કર્તવ્યસોટીના પ્રશ્ન મુખ્ય સ્થાન લીધેલું નથી તેથી આ અપૂર્ણતા રહી હોવી જોઈએ. એક કર્તવ્યનો સ્વીકાર કરવા જતાં બીજા કર્તવ્યની અવગણના થાય છે અને તેથી પાપ લાગે છે તે ન લાગે તેનો ઉપાય છે, એવો અર્જુનનો મુખ્ય પ્રશ્ન છે અને ગીતામાં તેને એ ઉત્તર મળે છે કે “મમત્વ અને ફળની આશા ત્યજીને સમબુદ્ધિથી સ્વધર્મનું આચરણ કર; એથી તને પાપ લાગશે નહિ તથા તારું કર્મ તને બંધન આપનારું નહિ બને.” આ ઉત્તરમાં “સ્વધર્મને એાળખવાની વાત બાજુએ રાખેલી છે. “સ્વધર્મ' સમજવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org