SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પર૧ કાર્યાકાર્યવ્યવસ્થા આ પ્રશ્નો અન્યોન્ય એટલા ગૂંથાયેલા છે કે, તેમાંના કોઈ પણ એકનો વિચાર કરતાં બાકી રહેતા બેનું થોડું ઘણું વિવેચન કરવું જ પડે છે. પરંતુ પ્રસંગાનુસાર એક જ પ્રશ્રને અન્યના પ્રમાણમાં અધિક મહત્વ પ્રાપ્ત થયેલું હોય છે અને ઉત્તરમાં પણ તે પ્રશ્નને જ અનુસરી વિચાર કરેલું હોય છે. દષ્ટાંત તરીકે, અર્જુનને સ્વજનવધનું પાપ ન લાગે તે માટે “યુક્તિની જરૂર હતી; તેમજ ક્ષાત્રધર્મ તથા સ્વજનપ્રીતિ એ બે ધર્મમાં રહેલે તર-તમ ભાવ જાણવાની ઈચ્છા હતી. પણ ગીતા ઉપરથી એવું નથી જણાઈ આવતું કે કેવળ તરતમ ભાવનો નિર્ણય કેવી રીતે કરવા તે સમજવાને તે વિશેષ ઉત્સુક હતે. અર્જુનની દૃષ્ટિ સમક્ષ પહેલા બે પ્રશ્ન જેટલી સ્પષ્ટતાથી રહેલા હતા તેટલી સ્પષ્ટતાથી ત્રીજાને સ્થાન ન હતું, બંધુવધના પાપનો તેના દિલમાં જેટલા ડંખ લાગતો હતો તેટલે ધર્મના શ્રેયસ્કરપણાને નિર્ણય કેવી રીતે કરવો તે વિષે લાગતું ન હતું. બીજા શબ્દોમાં કહીએ તો, તેને કાર્યઅકાર્યને નિર્ણય આપનારી ટી ઈતી ન હતી. તેને તે (૧) “કાર્ય કર્યું ” તે નિશ્ચયપૂર્વક કહેનાર “આત” મનુષ્ય અને (૨) પ્રથમ દર્શને અકાર્ય જણાતું કર્મ કરવાથી થનાર પાપ વિષે નિર્ભયતા, એ બે વાત જોઈતી હતી; અને શ્રીકૃષ્ણ તે સંપૂર્ણ રીતે પૂરી પાડી છે. શ્રીકૃષ્ણ નિશ્ચયપૂર્વક અને અધિકારયુક્ત વાણીથી અનેક વખત હરેક રીતે “તું યુદ્ધ કર” એમ કહ્યું છે તથા “નૈવું પામવાસ” એવું વારંવાર આશ્વાસન આપી અજ્ઞાનજન્ય પાપભય પણ દૂર કર્યો છે. ઉત્તરમાં વારંવાર જે મુદ્દા આવે છે તે ઉપરથી – મીમાંસક જેને ‘અભ્યાસ” કહે છે તે ઉપરથી – પ્રશ્નનું સ્વરૂપ ઠરાવીએ તે કોઈને પણ સ્વીકારવું પડશે કે, અર્જુનનો પ્રશ્ન પાપભયપ્રેરિત હો; તેમજ કયું કર્મ અધિક શ્રેયસ્કર છે તે નિશ્ચિતપણે જાણવાની તેની ઇચ્છા હતી. મારી સમજ એવી છે કે, બે વિરોધી ધર્મનું ઓછું વજું શ્રેયસ્કરપણું કેવી રીતે ઠરાવવું એ તેને પ્રશ્ન ન હતો. ભગવંતને અર્જુને અનેક વખત અડાવવાનો પ્રયત્ન કર્યો છે; આપના ઉત્તરમાં વિસંગતિ જણાય છે” એમ પણ કહેતાં તે અચકાયો નથી; પણ ક્ષાત્રધર્મ કરતાં બંધુધર્મ એાછા આદરણીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy