SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ નીતિશાસ્ત્રાપ્રવેશ ધર્મનું અવલંબન કરું છું તે ગુરુહત્યાનું પાપ લાગે છે, શું કરું?' એવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો કે, સમબુદ્ધિથી કરીશ તે તને પાપ લાગવાનું નથી; કારણ કે તું મારનારે નથી અને તારા ગુરુ મૃત્યુ પણ પામતા નથી વગેરે. આ ઉત્તરથી અર્જુનના મનનું સમાધાન થયું એ વાત જુદી છે. પણ ધારો કે તેણે પૂછયું કે, “તમારી કોટી સ્વીકારીને કહું છું કે, બંધુધર્મ તથા શિષ્યધર્મનું અવલંબન સમબુદ્ધિથી – ઈશ્વરાપણ કરીને કરીશ. ક્ષાત્રધર્મ ત્યજ્યા બદલ ઉત્પન્ન થતા પાપ પુણ્યને માલિક ઈશ્વર છે. એને ઉત્તર છે? ક્ષાત્રધર્મ શ્રેટ કર્યા પછી નિષ્કામ કર્મના કારણે પ્રાપ્ત થતા પાપપુણ્યનો માલિક હું નથી એ વાત કબૂલ છે; પણ એ જ ધર્મ શ્રેષ્ઠ હેવાનો નિર્ણય આપવાને આધાર છે ? ક્ષાત્ર કુળમાં જન્મ થયો છે માટે ? એમ હેય તો જન્મતઃ કૌરનો બંધુ છું. ત્યારે આ ‘સહજ’ કર્તવ્ય શા માટે ત્યજવું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી અમુક એક કર્મ કરવામાં આવે છે તો પાપપુણ્યનું બંધન કર્તાને સ્પર્શ કરતું નથી એ સર્વ વાત સ્વીકારું છું; પણ તે જ કર્મ શા માટે કરવું તે સ્પષ્ટ કહે.” મારી સમજ એવી છે કે, આ કાલ્પનિક પ્રશ્નનો સર્વને સંતોષ આપે તે કોઈ ઉત્તર ગીતામાં નથી. લો. તિલકને આ પ્રશ્નની તીવ્ર કલ્પના હોત તો, એવી પણ મારી સમજ છે કે, તેમણે કાર્ય–અકાર્યને નિર્ણય કરવામાં જનહિતવાદ ( Utilitairianism) ને જે તદન કનિષ્ટ સ્થાન આપ્યું છે તે આપત નહિ. પરંતુ આ વાતનું વિસ્તૃત વિવેચન કરતા પહેલાં બે ચાર વાતને ખુલાસો કરવાની આવશ્યકતા છે. પ્રથમ નીચેના ત્રણ પ્રશ્ન એક નથી પણ ભિન્ન ભિન્ન છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૧. બે ધર્મમાં વિરોધ ઉત્પન્ન થયા હોય ત્યારે આચારમાં કોઈ પણ એકની અવગણના અપરિહાર્ય હોવાથી અવગણનાના કારણે કર્તાને પાપ ન લાગે તેને માટે યુક્તિ કઈ? ૨. બે વિરોધી ધર્મમાં અધિક શ્રેયસ્કર કયો ? ૩. આ અધિક શ્રેયસ્કરપણું કેવી રીતે નકકી કરવું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy