________________
આનુવંશિક સંસ્કાર
૫૧૫ ૨. એક બળદનું પૂંછડું બે બારણું વચ્ચે દબાવાથી તૂટી ગયું હતું. તેની સંતતિમાં પૂ૭ નષ્ટ થયેલું માલૂમ પડયું ! આ દૃષ્ટાંત હેકેલ નામના જર્મન શાસ્ત્ર આપ્યું છે.
૩. એક ગાયનું એક શિંગડું સડો લાગવાથી તૂટી પડયું. તેની પ્રજામાં પણ તે જ બાજુનું શિંગડું અદશ્ય થઈ ગયું.
૪. શહામૃગ હાલનાં અન્ય પક્ષીઓની માફક પૂર્વે ઘણે દૂર સુધી ઊડી શકતું હતું. કંઈક કારણથી તેણે ઊડવાનું છોડી દીધાથી તેની પાંખો નિર્બળ બની ગઈ અને એ પ્રવૃત્તિ તેનાં બચ્ચાંમાં દઢ થતી ગઈ. અંતે હવે શહામૃગની પાંખો નિર્બળ બની ગઈ છે.
૫. કેટલાંક મત્સ્ય અકસ્માત રીતે અંધકારમય ગુહામાં ભરાઈ ગયાં. અંધકારમાં ચક્ષને કંઈ પણ ઉપયોગ નહિ થવાથી તે તેજ હીન બન્યાં અને કાળાંતરે તેમનાં બાળકોમાં અંધત્વપ્રવૃત્તિ દ૯ થતી જવાની સાથે તેમનાં નેત્ર નષ્ટપ્રાય બનેલાં જણાયાં.
૬. વડીલે અનેક વર્ષથી શહેરમાં રહેતા થવાથી કેટલાંક બાળકોની આંખો સ્વાભાવિક રીતે કિંચિત્ – અતિ અલ્પાંશે - ઝાંખી થયેલી જણાય છે.
૭. અનુભવમાં જણાયું છે કે, પેઢી આગત શ્રીમંત અને કુલીન કુટુંબના બાળકોના હાથ, પગ, વર્ણ, પદ્ધતિ વગેરે સ્વભાવતઃ જ કોમળ અને મધુર હોય છે. સ્પેન્સરે એ સંબંધમાં પોતાનું દષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે, “મારા પિતા અને દાદા એ બંને શિક્ષાગુરુ હતા. હાથમહેનત કરવાની જરૂર નહિ પડ્યાથી તેમના હાથ પૂર્ણ રીતે પુષ્ટ થયા નહિ અને તેથી મારા હાથ પણ સાધારણ માણસ કરતાયે નાના બન્યા.”
૮. એક કૂતરાને તેના ધણીએ પાછલા પગ પર ઊભા રહી આગળના પગ–હાથ ભિખારીની માફક ધરવાનું શીખવાડયું હતું. તે કૂતરાથી જે સંતતિ જન્મ પામી તેને ભીખ માગવાની કસરત સ્વભાવતઃ જ પ્રાપ્ત થઈ ગઈ
આ ઉદાહરણો ઉપરથી આરંભમાં તો લાગે છે કે, વડીલના અનુભવ પ્રાપ્ત ગુણની અસર બચ્ચાંઓ પર થાય છે; પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org