________________
નીતિશાસ્ત્રપ્રવેશ આર્થર જૈમસન કહે છે કે, “અનુભવ પ્રાપ્ત અવયવભેદ કે ગુણભેદ આપણામાં ઊતરે છે, એમ કહેવાને કંઈ આધાર હોય એમ મને જણાતું નથી. પરંતુ એમ બનવું અશકય જ છે એવું વિધાન બેધડક કરી દેવું એ મને પસંદ નથી.” વેઝમેન (Weisman ) નામને જર્મન શાસ્ત્રજ્ઞ અનુભવ પ્રાપ્ત ગુણના આનુવંશિકત્વની વિરુદ્ધ છે. વિલિયમ જેમ્સ નામના પ્રસિદ્ધ માનસશાસ્ત્રવેત્તાએ એ પ્રશ્નનો સર્વાગે વિચાર કરી એવો મત આપ્યો છે કે, પરિસ્થિતિને અનુરૂપ પ્રાપ્ત થયેલા અથવા બુદ્ધિપુરઃસર પરિશ્રમથી મેળવેલા ગુણ આનુવંશિક બને છે, એ વાત અદ્યાપિ સિદ્ધ થયેલી નથી. ટૂંકમાં કહીએ તે આ પ્રશ્ન વિષે તા પુરુષોમાં ઘણે મતભેદ છે અને સામાન્ય શાસ્ત્રજ્ઞ એ મુદાના સંબંધમાં કોઈ પણ પક્ષને ન રવીકારતાં તટસ્થ વૃત્તિ સ્વીકારે છે. કાયદાની ભાષામાં કહીએ તો અનુભવ પ્રાપ્ત ગુણધર્મ બાળ-સંચારી છે એ પ્રમેય અદ્યાપિ “અસિદ્ધ” (not proven) છે, એવી સામાન્ય સમજ છે.
પણ એવી તટસ્થ વૃત્તિ શા માટે ? દારૂડિયાના બાળકની, બ્રાહ્મણ જાતિની હોશિયારી વગેરેની જે વાત કહેવામાં આવે છે તેને ઉકેલ શો? આવાં ઉદાહરણોનો ઉકેલ કે કરવામાં આવે છે તેનું ઉપર સાધારણ દિગદર્શન થયેલું છે જ. હવે બીજા કેટલાંક દૃષ્ટાંત આપી સહજ વિસ્તૃત વિવેચન કરવાને હરકત નથી. પરિસ્થિતિમાં ભેદ થઈને અથવા અચાનક સંકટ આવી પડવાથી પ્રાણીઓનાં માતા પિતાને પ્રાપ્ત થયેલા કિવા તેમાં પ્રયોગાથે ઉત્પન્ન કરેલા અવયવભેદ કે ગુણભેદ બાળકમાં વંશપરંપરાથી ઊતર્યાનાં અનેક ઉદાહરણ હોવાનું પ્રથમ કહેલું છે, પણ “અનેક' એટલે “પુષ્કળ' એમ સમજવાનું નથી. હા, એવાં સો દેઢસો દૃષ્ટાંત મળી શકે તેમ છે અને તેમાંનાં કેટલાંક નીચે આપીશું.
૧. ડૉ. બ્રાઉન સેકવાડ નામના શાસ્ત્ર પ્રયોગ માટે કેટલાંક ડુક્કરની વિશિષ્ટ નાડીઓ તોડવાથી તેમને અશક્તતા પ્રાપ્ત થઈ અને અપસ્માર (Epilepsy)ને વ્યાધિ થયો. એ ડુક્કરનાં બચ્ચાંને એ પિતૃવિશિષ્ટ રોગ કુદરતી રીતે પ્રાપ્ત થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org