SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ આનુવંશિક સંસ્કાર ૫૧૩ સંપાદિત (Acquired) કહેવાને શો આધાર છે? તેઓ કહે છે કે, તે માણસના વાળ અકાળે સફેદ થવાનું કારણ જીવબિંદુમાં al 16 791611fas GE or (Accidental inborn variation) હશે – હોઈ શકે. શાસ્ત્રોને ખબર છે કે, જીવબિંદુમાં કેટલીક વખત એવા ગૂઢ ભેદ અચાનક ઉપસ્થિત થઈ શકે છે. વિદ્વાનોને કહેવાની જરૂર નથી કે ડાર્વિનને અભિપ્રાય એવો હતો કે, વૃક્ષ કે પશુની એક જ જાતિથી જે અનેક ઉપજાતિ ઉત્પન્ન થાય છે તેનું કારણ જીવબિંદુનો સહજ ભેદ (Inborn variation) હાઈ એ સહજ ભેદ તે વૃક્ષ કિંવા પશુના જીવનકલહમાં જે ઉપયોગી હોય છે તે તેની પ્રગતિ થાય છે અને તે નવીન જાત જગતમાં ટકે છે. ડાર્વિનનું ઉત્ક્રાંતિ તવ સજીવ વ્યક્તિમાં દષ્ટિગોચર થતી સહજ ભેદપ્રવૃત્તિ પર જ અવલંબી રહેલું છે. તેનું કહેવું એમ છે કે, આ ભેદ આનુવંશિક હોઈ એવા ભિન્ન ગુણેનો કાળના ક્રમે સમૂહ બને છે એટલે તે વ્યક્તિની ઉપજાતિ” બને છે. બીજના ભેદથી નહિ પણ જન્મ પછીની પરિસ્થિતિને અંગે પ્રાપ્ત થયેલા ગુણ આનુવંશિક બની શકે છે એ ડાર્વિનને અભિપ્રાય થાય છે એ ખરું છે, પણ તેનું ઉત્ક્રાંતિતત્ત્વ એના ઉપર આધાર રાખતું નથી. આધુનિક ડાર્વિન સંપ્રદાયી શાસ્ત્રો અનુભવ પ્રાપ્ત ગુણ કરતાં સહજ ભેદપ્રવૃત્તિ પર જ વિશેષ ભાર મૂકે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. ડાર્વિનની પૂર્વે લમાર્ક (Lamarck) નામનો જે શાસ્ત્રજ્ઞ કાન્સમાં થઈ ગયો છે તે જિરાફની લાંબી ડોકનું દષ્ટાંત આપી એવું પ્રતિપાદન કરે છે કે, પરિસ્થિતિને અનુરૂપ કોઈ એક જીવ-જાતિને પ્રાપ્ત થયેલા ગુણધર્મ બાળકમાં સંક્રાન્ત થાય છે અને એવા ગુણને કાલાંતરે વિશેષ પોષણ મળે છે, અથવા એવા અનેક ગુણધર્મ સંકલિત થાય છે એટલે તે જાતિથી ભિન્ન એવી એક નવીન ઉપજાતિ ઉત્પન્ન થાય છે. આધુનિક શાસ્ત્રોમાં પણ આ પ્રશ્ન વિષે ઘણે વાદ છે. ડેલે જ નામનો ફેંચ શાસ્ત્રજ્ઞ કહે છે કે, “બધાય અનુભવ પ્રાપ્ત ગુણધર્મ આનુવંશિક નહિ બનતા હોય, તો પણ એવા કેટલાક ગુણધર્મ બાળકમાં ઉતરે છે એમાં કંઈ જ શંકા નથી.” પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy