________________
૫૧૨
નીતિશાસ્ત્ર પ્રવેશ જણાઈ આવ્યું અને તે ગુણ વંશપરંપરાગત તેમનાં બચ્ચાંમાં પણ ઊતરવા લાગે. આ રીતે પિતાને કૃત્રિમ અથવા અનુભવપ્રાપ્ત ગુણ બાળકને મળી શકે છે એ ખરું છે. તેવી જ રીતે ક્ષય, ગરમી વગેરે રોગ પણ વંશપરંપરાગત નીવડી શકે છે એ પણ અનુભવસિદ્ધ છે. આ દષ્ટાંતનો વિચાર કરવામાં મહત્ત્વની એ વાત લક્ષમાં રાખવાની છે કે, પિતાના બિંદુમાં જ (Germ – Plasm) કૃત્રિમ પરિવર્તન કરેલું હોય છે. ક્ષય કે ગરમી ઉત્પન્ન કરનાર જે સૂક્ષ્મ અને દુષ્ટ જંતુ છે તે ક્ષયી કે ગરમી યુક્ત પિતાના શુક્ર દ્વારા બાળકના શરીરમાં જવાથી એ રોગ થાય એ સાહજિક છે; પરંતુ શારીરિક કે માનસિક પરિશ્રમથી, ટેવથી કે એવા જ અન્ય કારણથી જે ગુણ મેળવી શકાય છે તે શક્રમાં કે બીજ – જીવબિંદમાં ફેરફાર કરી શકે છે કે નહિ, એ આપણો પ્રશ્ન છે. ઝીણી નજરે ઘડિયાળ દુરસ્ત કરવામાં જીવનનાં પચીસ વર્ષનો વ્યય કરનારા કારીગરનું શુક્ર એવી રીતે બદલાય છે કે જેથી તેના પુત્ર-પૌત્રની આંખમાં અલ્પાંશે પણ ફેરફાર થઈ શકે છે કે કેમ; એ આપણે પ્રશ્ન છે. બીજુ દૃષ્ટાંત લઈ એ જ અર્થ પુનઃ કહેવો હોય તે કહી શકાય કે, કોઈ બાળકનાં નેત્ર કોઈ દુષ્ટ બાલ્યાવસ્થામાં ફોડી નાખે છે તે બાળકનાં બાળક સ્વભાવઃ જ કિંચિત પણ અંધ બની શકે કે કેમ એ આપણા પ્રશ્ન છે. વ્યાપક ભાષામાં એ જ વાત કરવી હોય તે કહીશું કે, કોઈ એક વૃક્ષ કે પ્રાણીના અવયવમાં કે માણસના મનોવિકારમાં કેવા બુદ્ધિવિકાસમાં અકસ્માત કારણથી અથવા મુદ્દામ કંઈ સારું નરસું પરિણામ ઉત્પન્ન કરવામાં આવે – હાનિ કે વૃદ્ધિ કરવામાં આવે છે, એ અનુભવ પ્રાપ્ત ગુણભેદ તેના જીવબિંદુમાં કે શુક્રમાં અનુરૂપ ગુણભેદ ઉત્પન્ન કરી શકે કે કેમ તે આપણે વિચારવાનું છે.
કેાઈ કુટુંબના એકાદ માણસના વાળ યુવાવસ્થા કે બાલ્યાવસ્થામાં જ સફેદ બની જાય છે અને તેના બાળકમાં પણ પછી તેવી સ્થિતિ નજરે પડે છે. આ ઉદાહરણ પરથી શુબ્રકેશત્વનો ગુણ પેઢીગત થયેલું જણાય છે; પણ તે સંબંધમાં કેટલાક શાસ્ત્રો કહે છે કે, શુબ્રકેશત્વના ગુણને અનુભવ પ્રાપ્ત કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org