________________
વૈત અને અદ્વૈત
૪૯૭ નથી. આ ઘરમાં આપણી સત્તા નથી અને આપણને વિશેષતઃ કોઈ પૂછતું નથી. જે તે પિતાની મરજી પ્રમાણે આ ઘરમાં કર્યો જાય છે; તથાપિ દિનપ્રતિદિન અહીંની અવ્યવસ્થા ઓછી થતી જાય છે અને જે વાત આપણને નિરુપયોગી તથા હાનિકારક લાગતી હતી તેમાંની કેટલીક તેવી નથી એમ અનુભવતે જણાવા લાગે છે. આ ક્રમે જતાં જતાં કોઈ પણ વખતે માનવજાતિને એક એ દિવસ પ્રાપ્ત થશે કે, તે વખતે જગતમાં પરકીય જેવું કંઈ જ નહિ લાગે; સર્વ માણસ એક જ કુટુંબનાં છે એવી ભાવના સર્વમાં ઉત્પન્ન થશે અને આપણા આત્મામાં કે અન્યત્ર કોઈ પણ સ્થાને અવ્યવસ્થા, કુરૂપતા, દુધ, મોહ, પાપ, યાતનાનું દર્શન નહિ થાય અને આપણે કૃતાર્થો થઈશું!
અદ્વૈત અને અહંકારનાશ વેદાંતીઓ કહે છે કે અદ્વૈતાવસ્થામાં અહંકાર નષ્ટ થાય છે. તેમની દૃષ્ટિએ એ ખરું હશે, પણ ઉપર જે અદ્વૈતાવસ્થાનું વર્ણન કર્યું છે તેમાં અહંકારને નાશ થતો નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અનુરૂપ અને પ્રેમબદ્ધ પતિપત્નીમાં અદૈત હશે પણ જેમ અહંકાર નષ્ટ થતો નથી, તેમ આ અદ્વૈતાવસ્થામાં પણ અહંકાર નષ્ટ થતો નથી. પતિપત્નીનો સ્વભાવ મળતો હોય છે, એકબીજાના વિચાર પરસ્પર સમજાય છે અને રચે છે, પરસ્પરમાં સંશયને સ્થાન રહેતું નથી, એકબીજા માટે એકમેકને આદર રહે છે. મનમાં કંઈ છુપાવવા જેવું રહેતું નથી, તકરારનો કદી પ્રસંગ જ આવતો નથી, માનાપમાન કે અધિકારને પ્રશ્ન લય પામી જાય છે એટલે “જે કે દેહ ભિન્ન હોય છે તો પણ તેમનો આત્મા એક જ છે” એમ આપણે કહીએ છીએ; પરંતુ એ તાદાભ્યનો અર્થ એવો નથી કે, “હું” “તું ને ભેદ તેમનામાં નથી હોતો. એ ભેદમાં જે વિષ છે તે માત્ર પ્રેમવાળાથી દગ્ધ થઈ ગયું હોય છે એટલે જ એનો અર્થ છે.
અહંભાવ જ્યારે શુદ્ર કેટીને હોય છે ત્યારે આંખમાં પડેલા કણની માફક ખૂંચે છે, પણ ચક્ષુની કીકીમાં પ્રતિબિંબરૂપે રહેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org