________________
દ્વૈત અને અદ્વૈત
૪૯૩ કેટલાક કહેશે કે, “અમે ગમે તેટલા પ્રયત્ન કરીએ છીએ તે સૃષ્ટિ નૈતિક સ્વરૂપ ધારણ કરતી નથી. તેનું નકટું નાક અને રાક્ષસી આંખો કેમે કરતાં દબાતાં નથી.' આ પણ ખરું છે. સમાજનાં દુઃખ, પાપ, જુલમ, અન્યાય, કુરૂપતા, વિચિત્રતા વગેરેનો નાશ કરવા સારુ કેટલાક દેશમાં કેટલાક દેશભક્ત અને સમાજ સુધારકે પ્રયત્ન કરે છે, પણ તેમના પ્રયત્નને અદ્યાપિ જોઈ એ તેવી સફળતા પ્રાપ્ત થઈ નથી. આ જે કે ખરું છે પણ અનુભવસિદ્ધ વાત એ છે કે જેટલું વ્યવસ્થિત પ્રયત્ન થાય છે તેટલે અધિક યશ મળે છે. પૂર્ણ સફળતા મળતી નથી તેનું કારણ એ જણાય છે કે, પૂર્ણ સફળતા મેળવવાને જેટલા પ્રયત્નની જરૂર હોય છે તેટલો પ્રયત્ન કરવામાં આવતો નથી. અર્થાત્ અપજશનો કે નિષ્ફળતાને ટોપલે પૃથ્વીના માથે નથી રખાતે અને મુખ્યત્વે આપણો જ દોષ હેવાનું સ્વીકારવું પડે છે.
સૃષ્ટિ ગમે તેવી છે, આપણને નીતિની જરૂર
છે કે નહિ, એ મુખ્ય પ્રશ્ન છે ગમે તેમ હો. સૃષ્ટિ નીતિપ્રિય છે કે અનીતિપ્રિય છે એ પ્રશ્ન તદન ગૌણ છે. આપણને નીતિની જરૂર છે ને? બસ થયું ત્યારે. સૃષ્ટિને નીતિ જોઈતી હોય તે ઘણું સારું, નહિ તે તેને નીતિમાન બનાવવાની આપણે કેમ ઉમેદ ન રાખવી? શું સૃષ્ટિ પ્લેગ, લેરા વગેરે રોગ ઉત્પન્ન કરે છે? ઠીક છે, આપણે તેના પ્રતિકાર સારુ ઔષધો શોધી કાઢીશું અને ત્યાં સુધી આજારીની શુશ્રષા તથા ગરીબોના બાળકોની વ્યવસ્થા એકસંપ તથા સહકાર્યથી કરીશું. શું સૃષ્ટિ અનાવૃષ્ટિથી દુષ્કાળ પાડે છે ? ઠીક છે, આપણે નદીઓમાંથી નહેરો કાઢી, તળાવ બાંધી, કૂવા ખોદી સૃષ્ટિના ઉદરમાં રહેલું પાણી ખેંચી કાઢીશું અને ત્યાં સુધી દુષ્કાળગ્રસ્તોને સારુ સંઘશક્તિથી અન્નપાણીની વ્યવસ્થા કરીશું. સૃષ્ટિએ પૂરના ઉછાળાથી પુલ તોડી પાડવા છે કે ? આપણે નવા પુલ બાંધીશું. એ જ ન્યાયે સૃષ્ટિએ સ્વાર્થ અને કામમોહાદિકનાં બીજ હૃદયમાં વાવીને આપણુમાં ભેદ, કલહ વગેરે ઉત્પન્ન કર્યા હશે તો પ્રેમ અને ઔદાર્યને બળથી આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org