________________
૪૯૨
નીતિશાસ્ત્રપ્રવેશ આપણને પ્રતિકૂળ હોવાને બદલે ઘણુભાગે અનુકૂળ જ છે એ પણ દિનપ્રતિદિન સમજાતું જાય છે. તે એકાદ પ્રસંગે અજાણું હિંદુ પત્ની જેવી ભાસે છે. પત્નીને આપણે જે માગે પાડીએ છીએ તે માગું પડે છે. આપણે ભણાવીએ છીએ તો તે ભણે છે, ઉદારતા શીખવીએ છીએ તે તે ઉદાર બને છે; ઠીક, દિયર સાથે કરવાનું શીખવીએ છીએ તે એ પાઠ પણ તે પઢે છે! સુષ્ટિનું પણ એમ જ છે. તેને જે આકાર આપીએ છીએ તે તે ગ્રહણ કરે છે. સૃષ્ટિને એવો આગ્રહ નથી કે સમાજના ભિન્નભિન્ન વર્ગમાં અન્યાયમૂલક સંબંધ હોવો જોઈએ. મજૂરોને મૂડીવાળાઓ વિશેષ મજૂરી આપે, તેમને રહેવા માટે સ્વછ મકાન બાંધી આપે તો સૃષ્ટિ તેમને ના કહેવા જતી નથી; ઊલટું મજૂરોના મનમાં કૃતજ્ઞબુદ્ધિ ઉત્પન્ન કરી તેમને ઉત્તેજન આપે છે. ઠીક, તમે જે મજૂરોને પીલી નાખવા માગતા હશે તો તેમાં પણ સૃષ્ટિનો વાંધો જણાતો નથી. તે કહે છે કે ‘ચાલવા દો, એવા જ કલહ મચાવી એકબીજાની છાતી પર સવાર થાઓ અને છેવટે બંને મરો.” સૃષ્ટિને નૈતિક સ્વરૂપ આપવામાં આવે તે તેની તેને જરૂર છે, અનીતિનું આપીશું તે તે તેનાથી શરમાશે નહિ. જે વસ્ત્ર આપશે, જે અલંકાર આપશે – પછી તે રેશમી છે કે સુતરાઉ હે. ખરા મોતીના હો કે કાચની છે, સોનાના છે કે પિત્તળના હો, નક્કર હે કે પિલા હે, ગમે તેવા હશે તોયે – તે ધારણ કરશે. સૃષ્ટિનું સ્વરૂપ ઘણા અંશે માણસના હાથમાં છે, તો પછી સૃષ્ટિને શા માટે દોષ આપવો ? અને દૈત શા માટે માનવું ?
* માણસ પણ સૃષ્ટિને જ એક અંશ છે, માટે માણસ જે કરે છે તેની તેને જરૂર હેચ છે, કિવા તેની જે આકાંક્ષા હોય છે તે જ સૃષ્ટિની હોય છે એમ એક રીતે કહી શકાશે. આ અર્થમાં સૃષ્ટિ અને માણસમાં વૈત નથી એમ સ્પષ્ટ થાય છે. માણસ સૃષ્ટિનું બાળક છે. આ મુદ્દા પર ધ્યાન આપી સૃષ્ટિને નીતિ, જ્ઞાન, સમતા, સૌંદર્ય વગેરે પ્રિય છે અને બાળક માટે એ પ્રિય કાર્યને પૂર્ણાવસ્થાએ પહોંચાડવાનો તે પ્રયત્ન કરે છે એમ દર્શાવી શકાશે અને માણસ અને સૃષ્ટિનું અદ્વૈત સિદ્ધ કરી શકાશે; પરંતુ વિસ્તારમયથી આ મુદ્દો અહીં ટીપમાં જ જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org