________________
૯૦
નીતિશાસ્ત્રપ્રવેશ કેટલાયે માણસો પાપવૃત્તિનું નિયમન રાખતાં શીખે છે ! એ રોગનો માણસ જાત પર એક પ્રકારને ઉપકાર જ સમજવો જોઈએ! જગતમાં સાધુસંતને ત્રાસ થાય છે ખરે, પણ એ ત્રાસ સહન કરવો પડે છે તેથી જ ખરા અને ખોટા સાધુ ઓળખાય છે. ત્રાસ ન હેત, દુઃખ ન હેત સર્વ લુચ્ચાઓ સાધુ બન્યા હોત અને ખરા ખોટા ઓળખવાનું કાર્ય મુશ્કેલ બન્યું હોત. વળી દુ:ખ સહન કરવાથી તે સાધુને જે મનોવૈર્યની આત્મપ્રતીતિ થઈ હોય છે તે અન્ય કશાથી થઈ ન હતી. આ દૃષ્ટિએ જોતાં કદી કદી સજજન પર જે સંકટ આવે છે તેને ઉપકાર જ સમજવો જોઈએ. માતાના મરણથી માઠું લાગે છે, પણ પછીથી આપણું પર અનેક સંકટ આવે ત્યારે તે દુઃખ જોવાને તે રહી નહિ તે માટે સારું નથી લાગતું કે ? યુદ્ધમાં લોહીની નદી વહે છે તેથી હૃદય કંપી ઊઠે છે, પણ રક્તના એ પ્રવાહને લીધે જ જગતનાં કેટલાંક દુઃખ અને પાપ ધોવાઈ જાય છે! માણસના હાથે પાપ થાય છે તેથી દિલગીરી થાય છે, પણ યંત્રની માફક તેની પાસે બળજબરીથી સત્કૃત્ય કરાવવા કરતાં તેને આત્મવાત ત્ર્ય આપી પાપ કે પુણ્ય સંપાદન કરવાની છૂટ આપવી એ સારું નથી કે? જગતમાં ટાઢ છે માટે ગરમ કપડાં ઉત્પન્ન કરવાનું કૌશલ્ય માણસમાં આવ્યું છે, ઉષ્ણતા છે તેથી કૃત્રિમ બરફ બનાવવાની, વાળાના પડદા તૈયાર કરવાની, અત્તર વગેરે બનાવવાની બુદ્ધિ સૂઝી છે. જગતમાં જે કોઈ પણ પ્રકારની અડચણ ન હતી તે માનવજાતિનાં જ્ઞાનમાં, કળામાં, રસિકતામાં, નીતિમાં, કશામાંયે વિશેષ સુધારો થયો ન હોત ! માણસો માત્ર અજગરની માફક પડી રહ્યા હોત; પણ માણસને પરસેવો ઉતાર્યા સિવાય ખાવા મળતું નથી, ટાઢ તાપને ભય છે અને વ્યાઘ, સિંહ વગેરેથી રણુ કરવાનું છે અને રોગ અટકાવવાના છે તેથી જ ખેતી કરવામાં, ઘરબાર બાંધવામાં, ઔષધપાણી કરવામાં, શસ્ત્ર બનાવવા વગેરેમાં પ્રગતિ થતી જાય છે.
આવી દષ્ટિએ જોવા માંડ્યા પછી સૃષ્ટિ અને આપણું વચ્ચેનું દ્વૈત દૂર થતું જાય છે, નિદાન ઓછું થાય છે એમ હરકોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org