________________
૪૮૮
નીતિશાસ્ત્ર પ્રવેશ કહી શકાય. તેનું અંતરંગ અધિક સમજાતાં તે બહારથી જેટલી ખરાબ દેખાય છે તેટલી ખરાબ ખરેખર રીતે નથી એમ પણ આપણને સમજાવા લાગ્યું છે અને તેના વિષે થોડું માન પણ વધ્યું છે. પૂર્વે એમ લાગતું હતું કે, ગીધ, કાગડા વગેરેને સૃષ્ટિએ શા સારુ ઉત્પન્ન કર્યા છે ? સમડી નાની શી વાડકી ઉઠાવી જાય છે કિંવા બિલાડી મરઘીનું બચ્ચું લઈ જાય છે અથવા કાગડે પાપડ ઊંચકી જાય છે કિંવા રસોડાની તૈયાર રસોઈને સ્પર્શ કરે છે તો આપણે એ પક્ષી પર ચિડાઈ એ છીએ; પણ વિચાર કરવાથી જણાય છે કે કાગડાનો આપણા ઉપર એટલે ભારે ઉપકાર હોય છે કે તેને બદલે વાળવાનું કઠિન હોય છે. જગતમાંથી કાગડા અને ગીધાદિનો નાશ કરવામાં આવે તે જીવજંતુ અને કીડા, મંકડા એટલાં વધી પડે કે, જીવવું ગમે નહિ. આપણે કાગડાને ગાળો દઈએ છીએ, પણ તે બિચારા વિના વેતને આપણા આંગણાનું ઝાડુનું કામ કરે ! ચકલીઓ પણ એવી જ છે. આપણે વાંચવામાં મશગૂલ થવાની તૈયારીમાં હોઈએ છીએ તે વખતે તે ચીં ચી કરે છે ત્યારે આપણે ચડાઈ એ છીએ, પણ જો તે ન હેત તે કીટકને બો વધી પડ્યો હોત. આ કેવળ કલ્પના નથી, અનુભવની વાત છે. કહેવાય છે કે, કેટલાંક વર્ષ પર હંગરીના ખેડૂતોને લાગ્યું હતું કે, ચકલીઓ ખેતીને ઘણું નુકસાન કરે છે. પરિણામે તેમણે ચકલીઓને નાશ કરવાનો કાયદો ઘડાવી લીધો. આથી ચકલીઓનો નાશ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે ખેતરોમાં કીટક વધી જઈ ખેતીની ઊપજ બંધ પડી ગઈ છેવટે એ જ ખેડૂતોએ કાયદે રદ કરાવી ચકલાંનો વધારો થવા દીધે ત્યારે પહેલાંની માફક પાક ઊતરવા લાગ્યો. આવું જ ખૂબેટમાં બન્યું હતું.
ઘુવડ પણ સૃષ્ટિમાં ઉપયોગી છે. તે ઉદરનો નાશ કરી આપણને તેના ત્રાસમાંથી બચાવે છે. કીડી, ભમરા વગેરે પણ અતિ ઉપયોગી છે. ભ્રમરાદિ ન હોત તે વૃક્ષને ફળ આવ્યાં ન હોત ! સિંહ વ્યાધ્રાદિ હિંસક પશુનો પણ એક રીતે માણસે આભાર માનવો જોઈએ. હિંસક પ્રાણી જંગલમાં રહે છે તેથી ઘણો લાભ થયો છે; નહિ તે શિયાળ, વરૂ, હાથી વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org